• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

અફઘાનની પાકિસ્તાનને લપડાક : ટી-20માં 18 રને હાર આપી

શારજાહ, તા. 3 : ત્રિકોણીય શ્રેણીની ચોથી મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ અફઘાનિસ્તાનનો 18 રને શાનદાર વિજય થયો છે. એશિયા કપની અગાઉ પાક. ટીમને શરમજનક અને આંચકારૂપ હાર સહન કરવી પડી છે. પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાને પ વિકેટે 169 રન કર્યા હતા. જવાબમાં પાકિસ્તાન ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 11 રન જ કરી શકી હતી. ત્રિકોણીય શ્રેણીમાં પાક.ની આ પહેલી હાર છે. જ્યારે અફઘાન ટીમે ત્રણ મેચમાં આ બીજો વિજય હાંસલ કર્યો છે. અફઘાનિસ્તાન તરફથી સેદિકુલ્લાહ અટલે 4પ દડામાં 3 ચોગ્ગા-3 છગ્ગાથી 64 રન અને ઇબ્રાહિમ ઝારદાને 4પ દડામાં 8 ચોગ્ગા-1 છગ્ગાથી 6પ રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. પાક. તરફથી ફહીમ અશરફે 27 રનમાં 4 વિકેટ ઝડપી હતી. 170 રનના વિજય લક્ષ્યનો પીછો કરી રહેલ પાકિસ્તાન ટીમ તરફથી ફખર જમાને 2, કપ્તાન સલમાન આગાએ 20 અને પૂંછડિયા ખેલાડી હારિસ રઉફે 16 દડામાં 4 છગ્ગાની મદદથી અણનમ 34 રન કર્યા હતા. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકી, રાશિદ ખાન અને નૂર અહમદે 2-2 વિકેટ લીધી હતી. ત્રિકોણીય ટી-20 શ્રેણીની ત્રીજી ટીમ યુએઇ છે. જે તમામ ત્રણ મેચ હારી ચૂકી છે. આથી ફાઇનલ મુકાબલો પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. 

Panchang

dd