લીડસ તા. 2 : ઇંગ્લેન્ડ
સામેની પહેલી વન ડે મેચમાં દક્ષિણ આફ્રિકા ટીમનો 7 વિકેટે સંગીન વિજય થયો છે. કેશવ મહારાજ એન્ડ કંપની સામે ઇંગ્લેન્ડની
ટીમનો 131 રનમાં ધબડકો થયો હતો. બાદમાં
એડન માર્કરમની આતશી અર્ધસદીની મદદથી દ. આફ્રિકાએ ફકત 20.પ ઓવરમાં 3 વિકેટ ગુમાવીને વિજય લક્ષ્ય હાંસલ કરી લીધો
હતો. માર્કરમે પપ દડામાં 13 ચોગ્ગા અને
2 છગ્ગાથી 86 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.
જયારે રિયાન રિકલટન 31 રને નોટઆઉટ
રહ્યો હતો. કપ્તાન તેંબા બાવૂમા 6 અને ટ્રિસ્ટન સ્ટબ્સ શૂન્ય રને આઉટ થયા
હતા. આ પહેલા આફ્રિકા તરફથી કેશવ મહારાજે 22 રનમાં 4 અને વિયાન
મુલ્ડરે 33 રનમાં 3 વિકેટ ઝડપી હતી. ત્રણ મેચની વન ડે શ્રેણીમાં
આફ્રિકા 1-0થી આગળ થયું છે. ઇંગ્લેન્ડ
તરફથી માત્ર ઓપનર જેમી સ્મિથે આફ્રિકી બોલર્સનો સામનો કરીને 48 દડામાં 10 ચોગ્ગાથી પ4 રનની ઈનિંગ્સ રમી હતી. બેન ડકેટ પ, જો રૂટ 14, કપ્તાન હેરી બ્રુક 12, જોસ બટલર 1પ, જેકોબ બેથેલ 1, વિલ જેકસ
7 અને બાયડન કાર્સ 3 રને આઉટ થયા હતા.