ભુજ, તા. 3 : મોબાઇલ પર ઓનલાઇન ક્રિકેટનો
સટ્ટો રમાડતા ભુજના ઇમ્તિયાઝ મામદ કુંભારને એલસબીએ દબોચી લીધો હતો અને આઇ.ડી અપાવનાર
તથા ગ્રાહકોનાં નામ ખુલ્યાં છે. આ અંગે એલસબીએ જાહેર કરેલી વિગતો મુજબ તેમની ટીમને
બાતમી મળી હતી કે, હિના પાર્કમાં
રહેતો ઇમ્તિયાઝ હાલ ભાવેશ્વરનગર અંદર આવેલ નૂરાની લોખંડવાલાના ગોદામની સામે એક્ટિવા
સાથે ઊભી મોબાઇલમાં આઇ.ડી. વડે ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમી-રમાડે છે. આ બાતમીના
આધારે ઇમ્તિયાઝ મામદ કુંભારને ઝડપતાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની ત્રીજી અનઓફિશિયલ
વન-ડે ક્રિકેટ મેચ ઉપર મોબાઇલમાં ઓનલાઇન આઇડી વડે સટ્ટો રમી-રમાડતા ઝડપી લીધો હતો,
તેના મોબાઇલમાં રહેલી આઇ.ડી.માં રૂા. 98,819 બેલેન્સ હતી. માસ્ટર એકાઉન્ટમાં
ગ્રાહકો તરીકે નરેશ જે આઇ.ડી. રફીક લોડિયાએ અપાવી હતી અને બન્ટી મહેતા, કિરણ ઠક્કર, મહેન્દ્રભાઇ
મોબાઇલમાં મળ્યા હતા. ઇમ્તિયાઝ કુંભારને મોબાઇલ કિં.રૂા. પાંચ હજાર, એક્ટિવા નં. જીજે-12-ઇએ-8692 કિં.રૂા.
30,000 તથા આઇ.ડી.માં બેલેન્સ રૂા.
98,819 સાથે ઝડપી બી-ડિવિઝન પોલીસ
મથકે તેની તથા આઇ.ડી.માં મળેલાં નામો વિરુદ્ધ જુગારધારા તળે ગુનો દાખલ કરી તજવીજ આદરી
છે.