• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

ભુજ-નખત્રાણા મારગ ઊલટાનો જોખમી

નખત્રાણા, તા. 3 : છેલ્લા દસ વર્ષના સમયગાળામાં પશ્ચિમ કચ્છમાં ખનિજ, ઔદ્યોગિક, યાત્રા, પર્યટનધામોનાં કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા બહોળા વિકાસકામો થયાં છે. પરિણામે માલવાહકો, પર્યટક, પ્રવાસી, દર્શનાર્થીઓનાં વાહનોની અવર-જવર ચરમસીમાએ પહોંચી છે. ભારે ટ્રાફિક વચ્ચે નખત્રાણાથી ભુજ વચ્ચેના 50 કિ.મી. માર્ગમાં ચોમાસામાં ભારે વરસાદનાં કારણે સર્જાયેલા નાના-મોટા ઊંડા ખાડા, રસ્તાની સાઇડની પટરીઓનું ધોવાણ, અનેક સમસ્યાઓના કારણે વાહનચાલકો માટે ભારે સમસ્યા સર્જાઈ છે, જ્યારે અઢી વર્ષ પૂર્વે વાવાઝોડાંથી માર્ગ પર દૂર-દૂર સુધીના કિ.મી. દર્શાવતાં સાઇન બોર્ડ તદ્દન તૂટી ગયાં હતાં જે આજ દિવસ સુધી મરંમત થયાં નથી. જેના કારણે વાહનચાલકો કિ.મી.ની જાણકારીથી દિશાહિન બનતા હોવાની ફરિયાદ ઊઠી હતી. માર્ગમાં ભંગાણ, અકસ્માત સમયે રાહદારીઓ માટે એમ્બ્યુલન્સની રુકાવટ દૂર કરવા, સાઇન બોર્ડની અસુવિધાઓનો અભાવની સમસ્યાઓ નિવારવા તંત્રની ઊંઘ ક્યારે ઊડશે તેવા જનતાએ સવાલ કર્યા હતા. બીજીતરફ વાહનધારકો દ્વારા ટોલટેક્સની ભરાતી મોટી રકમની આવક છતાં વાહનોના અકસ્માતોના સંકટ સમયે ઇમરજન્સી સેવાની કોઇ સુવિધા નહીં. આ પ્રશ્ને નખત્રાણા તા.ની સંકલન સમિતિમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, એટીવીટી સદસ્યો દિલીપભાઇ નરસેંઘાણી, દિનેશભાઇ વાઘેલા તરફથી વખતોવખત રજૂઆતો કરવામાં આવી છતાં રસ્તાના ખાડા પૂરવા, મરંમત કરવા તંત્ર દ્વારા કોઇ ઉકેલ આવતો નથી. 

Panchang

dd