• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

મીંદિયાળામાં અગાઉના ઝઘડાના મનદુ:ખે બે લોકો પર હુમલો

ગાંધીધામ, તા. 3 : અંજારના મીંદિયાળામાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી આઠ શખ્સે લાકડી, છરી વડે કારમાં તોડફોડ કરી હુમલો કરતાં બે લોકોને ઇજા પહોંચી હતી. બીજીબાજુ ગાંધીધામના 9બી ચોકડી નજીક વિરોધી સાથે કામ કરવા મુદ્દે એક યુવાન ઉપર ત્રણ શખ્સે હુમલો કર્યો હતો. મીંદિયાળાના મહાદેવ નગરમાં રહેતા ફરિયાદી રામા નારણ કાળોત્રા (રબારી) તા. 1/9ના રાત્રે ફળિયામાં હતા ત્યારે બલેનો ગાડી નંબર જીજે-39-સીએ-0193માં તેમના ભત્રીજા હિતેશ વિભા, હિતેશ નારણ તથા હિતેશ સૂરા ત્યાં આવ્યા હતા. દરમ્યાન પાછળથી બલેનો કાર નંબર જીજે-12-સીપી-9612વાળી આવી હતી, જેમાં આરોપી ભરત અરજણ રબારી, ગોપાલ હાજા રબારી, મોહન જગા રબારી, અરજણ પાલા રબારી, વેલા પાલા રબારી નામના શખ્સો છરી, લાકડી લઇને ઊભા હતા અને ફરિયાદીના ભત્રીજાની ગાડીમાં તોડફોડ કરી હતી. તેવામાં પાછળથી અન્ય આરોપી ધના અરજણ રબારી, રાહુલ ભલા રબારી, જતિન કરશન રબારી પણ લાકડી લઇને આવ્યા હતા. ફરિયાદી વચ્ચે પડતાં આ શખ્સોએ તેમના ઉપર હુમલો કર્યો હતો. મારામારીના આ બનાવમાં શંકર સોમાને પણ ઇજાઓ પહોંચી હતી. ફરિયાદીને સારવાર અર્થે લઇ જવાતાં તેમને અસ્થિભંગ સહિતની ઇજાઓ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ શખ્સો સામે ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે. વધુ એક મારામારી ગાંધીધામમાં 9બી ચોકડીએ આવતા આરોપી જગુ તોમર, પવનસિંહ તોમર, સંદીપસિંહ ભદોરિયા ત્યાં આવ્યા હતા અને તારી પાસે તારી પાસે રૂમ ન હોય તો મારા રૂમે આવી જા તેમ કહી જગુ તેને પોતાની રૂમ પર લઇ ગયો હતો. બાદમાં મારા વિરોધી દાનસિંગ શિકરવાર સાથે કેમ કામ કરે છે, તેમ કહી ઉશ્કેરાઇ ગયા હતા અને યુવાનને પકડી લાકડાના ધોકા વડે માર માર્યો હતો, જેમાં ઘાયલ ફરિયાદી બેભાન થયો હતો. તેના બે દાંત તૂટી ગયા હતા તથા જડબાંમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. પોલીસ આ ત્રણેય સામે ફરિયાદ નોંધી હતી. 

Panchang

dd