નવી દિલ્હી તા.3 : ભારત અને જર્મની વચ્ચે સહયોગની અપાર સંભાવનાઓ હોવાનું જર્મન
વિદેશ મંત્રીએ જણાવ્યું છે. ભારતની બે દિવસની મુલાકાતે આવેલા જર્મન વિદેશ મંત્રી જોહાન
ડેવિડ વેડફૂલે નવી દિલ્હી ખાતે વિદેશ મંત્રી એસ.જયશંકરને મળ્યા હતા. હૈદરાબાદ હાઉસ
ખાતે બંન્ને દેશના નેતાઓ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઈ હતી. આ પહેલા મંગળવારે
તેઓ બેંગ્લુરુ ગયા હતા જયાં ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોની મુલાકાત લીધી હતી. બેઠકમાં
જર્મન વિદેશ મંત્રીએ કહ્યંy હતું કે ભારત
હિંદ પ્રશાંત ક્ષેત્રમાં એક મુખ્ય ભાગીદાર છે. આપણા રાજનીતિક, આર્થિક અને સાંસ્કૃતિક રુપથી સંબંધો ઘનિષ્ઠ
છે. આપણી રાજકીય ભાગીદારીના વિસ્તારની અપાર સંભાવનાઓ છે. દુનિયાના સૌથી વધુ વસતીવાળા
દેશ અને સૌથી મોટા લોકતંત્ર રુપે ભારતનો અવાજ રણનીતિક રુપે મહત્ત્વપૂર્ણ છે અને હિંદ-પ્રશાંત
સિવાય પણ તે સાંભળવામાં આવે છે. એટલે હું બેંગ્લુરુ અને પછી નવી દિલ્હીની યાત્રા કરી
રહ્યો છું. વેડફૂલે જર્મની અને ભારત જેવા લોકતંત્રો વચ્ચે સ્વાભાવિક ગઠબંધન પર ભાર
મુક્યો અને કહ્યું કે ભારત આપણી સદીની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને આકાર આપવામાં નિર્ણાયક
ભૂમિકા ભજવે છે. અમે લોકતંત્ર તરીકે તેમાં ભાગીદાર છીએ.