ભુજ, તા. 3 : આધુનિક યુગના ડિજિટલ ઠગબાજો
વિવિધ રીતે ઓનલાઈન છેતરપિંડી કરી રહ્યા છે અને બનાવો વધી રહ્યા છે. આ રીતે છેતરપિંડીનો
ભોગ બનેલા 48 અરજદારને પશ્ચિમ કચ્છના સાયબર
ક્રાઈમ સેલે મદદરૂપ બની ચાલુ માસે કુલ રૂા. 23,28,277 પરત અપાવી સરાહનીય કામગીરી કરી હતી. એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ
અને સાયબર સેલ (એલસીબી)ના નોડલ અધિકારીના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલના કર્મચારીઓ
દ્વારા લોન-લોટરી, અનઓથોરાઇઝેડ
ટ્રાન્ઝેક્શન, જોબ, શોપિંગ, આર્મીના નામે ઓએલએક્સ / ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને લગતી છેતરપિંડી જેવા
સાયબર ક્રાઇમના બનાવોમાં પશ્ચિમ કચ્છ ભુજ સાયબર સેલ (એલ.સી.બી.) હંમેશાં ભોગ બનનારને
તાત્કાલિક મદદરૂપ થાય છે. ઓનલાઇન નાણાકીય છેતરાપિંડીનો ભોગ બનનાર અરજદારો દ્વારા સાયબર
સેલ (એલ.સી.બી.) ભુજ તથા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરી કમ્પ્લેન કરેલી
હતી, જે કમ્પ્લેનમાં અરજદારેના ફ્રોડમાં ગયેલા રૂપિયા
અલગ-અલગ બેંકમાં ફ્રીઝ કરવામાં આવ્યા હતા. જે રૂપિયા અરજદારોના ખાતામાં પરત મેળવવા
માટે સાયબર સેલ (એલ.સી.બી.) દ્વારા અરજદારે કોર્ટમાં અરજી કરાવી ઝડપથી કાયદાકીય કાર્યવાહી
કરી તેમના ખાતામાંથી ગયેલા નાણાં પૈકી અરજદાર ભાવેશભાઇ પ્રજાપતિના ગયેલા રૂા. 5,98,000માંથી રૂા. 4,83,000, અરજદાર હરેશભાઇ પંડયાના રૂા.
1,17,650માંથી રૂા. 1,09,545, લાલજીભાઇ હીરાણીના રૂા. 2,19,000માંથી રૂા. 1,49,999 તથા અખિલેશકુમારના રૂા. 1,90,000માંથી રૂા. 1,00,000 તથા અરજદાર પ્રતીકભાઇ જોષીના
50,000માંથી પૂરેપૂરા રૂા. 50,000 તથા અરજદાર જ્યોત્સનાબેનના 75,500માંથી 69,464 તથા
અરજદાર રઘુવીરાસિંહના ગયેલા નાણાંમાંથી 50,000 તથા અરજદાર વિશાલભાઇના ગયેલ નાણાં 65,000માંથી પૂરેપૂરા રૂા. 65,000 તથા અરજદાર અનવરભાઇના ગયેલાં
નાણાંમાંથી 28,999 તેમજ અન્ય અરજદારોના મળી કુલ
રૂા. 23,28,277ના કોર્ટ ઓર્ડર મેળવી અરજદારોના
બેન્ક ખાતામાં પરત અપાવ્યાનું સાયબર ક્રાઈમ સેલની યાદીમાં જણાવાયું છે.