અમદાવાદ, તા. 2 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાષ્ટ્રીય
શિક્ષણનીતિ-2020ના સરળ અમલીકરણ માટે ગુજરાત
સરકાર દ્વારા શાળા શિક્ષણ ટાસ્ક ફોર્સ સમિતિની રચના કરવામાં આવી, જેના હેઠળ ગુજરાત સરકાર દ્વારા પ્રિ-પ્રાઇમરી
શાળાઓ માટેના નિયમોમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જેમાં
બાળકોને સિનિયર, જુનિયર, બાલવાટિકા સહિતની
વયમર્યાદાને લઈને નવા નિયમો લાગુ કરાયા છે. રાજ્યના શિક્ષણ વિભાગ મુજબ જુનિયર,
સિનિયર અને બાલવાટિકમાં બાળકોના પ્રવેશ માટે વયમર્યાદામાં ફેરફાર કરાયો
છે, જેમાં ચાર વર્ષ પૂર્ણ ન કરેલાં બાળકને જુનિયર કે.જી.માં,
ચાર વર્ષ અને પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને સિનિયર કે.જી.માં અને
પાંચ વર્ષ પૂર્ણ થાય હોય, પણ છ વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા બાળકોને
બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. શિક્ષણ
વિભાગના નવા નિયમો અનુસાર, સંસ્થાએ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં
વાલી શિક્ષણ મંડળ (પેરેન્ટ્સ ટીચર એસોસીએશન)ની રચના કરવી જોઈએ, જેમાં 12 સભ્યો રહેશે, જેમાં ઓછામાં ઓછા 75 ટકા માતા-પિતા અને શિક્ષકો
રહેશે. આ પછી ત્રિમાસિક ગાળામાં માટિંગ યોજવી અને તેનો અહેવાલ તૈયાર કરવાનો થશે. શિક્ષણ
વિભાગના ઠરાવ મુજબ, ગુજરાતમાં
આવેલી હયાત તથા નવી શરૂ કરવામાં આવનાર તમામ બિનઅનુદાનિત પૂર્વ-પ્રાથમિક સંસ્થાએ ફરજિયાત
નોંધણી કરવાની રહેશે, જેમાં સેલ્ફ-ડિક્લેરેશન સાથે 10 હજાર રજિસ્ટ્રેશન ફી ભરીને
માય-યિશિળફyિયિલ.લીષફફાિં.લજ્ઞદ.શક્ષ વેબસાઇટ પરથી
ઓનલાઇન અરજી કરીને નોંધણીનું પ્રમાણપત્ર મેળવી શકાશે.