• સોમવાર, 04 ઑગસ્ટ, 2025

કાશી પહોંચ્યા વડાપ્રધાન : ખેડૂતો માટે સમ્માન નિધિના 20,500 કરોડ જારી

વારાણસી, તા. 2 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા, જ્યાં ઓપરેશન સિંદૂરની સફળતાને ભગવાન મહાદેવના ચરણોમાં અર્પણ કરતાં પોતે આપેલું વચન પૂરું કર્યાનું જણાવ્યું હતું. 54 મિનિટના સંબોધનમાં તેમણે કહ્યું કે, આ હુમલો મારા માટે ખૂબ જ દર્દનાક હતો, જે મહિલાઓના સુહાગ ઊજડી ગયા હતા તેમને મેં વચન આપ્યું હતું કે, તેમની માંગના સિંદૂર હું મિટવા નહીં દઉ અને બદલો લેવાશે. મહાદેવની કૃપાથી એ વચન પૂરું થયું છે.આ નવું ભારત છે જે ભોલેનાથને પૂજે છે અને દેશના દુશ્મનો માટે કાલભૈરવ પણ બની જાય છે. ડેડ ઈકોનોમીના ટ્રમ્પના દાવાની હવા કાઢતાં કહ્યંy કે, ભારત હવે દુનિયાનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનવાની રાહમાં છે. કાશીની મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ ર,00 કરોડના બાવન પ્રોજેક્ટ લોન્ચ કર્યા હતા. સાથે ખેડૂતો માટે સમ્માન નિધિના ર0મા હપ્તા હેઠળ ર0,00 કરોડ જારી કર્યા હતા. તેમણે અમેરિકાનું નામ લીધા વિના ટેરિફનો ઉલ્લેખ કર્યો અને કહ્યંy કે, આપણે એ ચીજોને ખરીદશું જે બનાવવા કોઈને કોઈ ભારતીયએ પરસેવો વહાવ્યો છે. આપણે વોકલ ફોર લોકલ મંત્રને અપનાવવો પડશે. આપણે સંકલ્પ લઈએ કે મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટસને પ્રોત્સાહન આપીશું. આપણા ઘરમાં જે નવો સામાન આવે તે સ્વદેશી હશે. 

Panchang

dd