ભુજ, તા. 15 : ત્રણ દિવસ પૂર્વે મુંદરામાં
બુખારી દરગાહના મુજાવર ઇર્શાદ બુખારીને માર મરાતાં તેણે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યાના
આ ટોક ઓફ ધી ટાઉન બનેલા પ્રકરણમાં પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. મુંદરા પોલીસ મથકે આજે
ઇર્શાદ બુખારીએ આરોપી હનીફ હસનઅલી જત, સમીર જત અને અન્ય અજાણ્યા બે ઇસમ સામે ફરિયાદ નોંધાવી છે. ગત તા. 12-2ના તે સાનિયા સોસાયટી ગયા ત્યારે
ફરિયાદીને આરોપીઓએ ફોન કરી કહ્યું કે, તુ અહીં શા માટે આવ્યો છે તને અહીં આવવાની ના પાડી છે તેમ કહી છૂટા હાથથી માર
મારી ઇજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, આ માર
માર્યા બાદ ઇર્શાદ બુખારીએ ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યાનું સંબંધિત સૂત્રો
પાસેથી જાણવા મળ્યું છે. જમીન બાબતે ચાલતા કેસને લઇ માથાકૂટ ચાલતી હોવાનું માહિતગારો
પાસેથી જાણવા મળ્યું છે.