ભુજ, તા. 2 : ઓનલાઈન ઠગબાજોએ માધાપરના શખ્સને
એપીકે ફાઈલ વોટ્સએપમાં મોકલાવતાં તે ડાઉનલોડ કરતાં ખાતાંમાંથી છ ટ્રાન્જેકશન કરી કુલ્લે
રૂા. 99,990 ઉપાડી ઓનલાઈન છેતરપિંડી કરાઈ
હતી. આ અંગે માધાપર પોલીસ મથકે સ્વામિનારાયણ નગર,
જૂનાવાસ, માધાપર ખાતે રહેતા ગિરીશભાઈ દેવજીભાઈ
સોનેજીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 18/3ના તેને વોટ્સએપ પર એક એપીકે ફાઈલ આવી હતી. યુનિયન બેન્કના લોગો
જેવી લાગતાં તેણે ડાઉનલોડ કરી હતી, પણ બાદમાં ફાઈલ ખૂલી ન હતી. આ બાદ એક-એક મિનિટના ગાળામાં જ ફરિયાદીના યુનિયન
બેન્કના ખાતાંમાંથી છ ટ્રાન્જેકશન મારફત કુલ્લે રૂા. 99,990 ઉપાડી લેવાયા હતા. આમ તેમની
સાથે ઓનલાઈન છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે.