ગાંધીધામ, તા. 3 : ભચાઉમાં જાહેરમાં જુગાર રમતી
પાંચ મહિલાની પોલીસે ધરપકડ કરી હતી. શહેરના સીતારામપુરા વિસ્તારમાં આરોપી મુન્નીબેન
કોળીનાં ઘરની બહાર શેરીમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમાતો હોવાની
બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતે. આ કાર્યવાહીમાં મુન્નીબેન ગોકરભાઈ વેલાભાઈ કોળી, માયાબેન સતિશદાન ઇશ્વરદાન ચારણ, રેશ્માબેન ઇમરાનભાઈ અલીમામદ આરભ, ઉષાબેન અશોકભાઈ મગનભાઈ
સોલંકી, રેખાબેન સંજયભાઈ ભૂપતભા ગઢવી જુગાર રમવાના આરોપસર પકડાયા
હતા. પકડાયેલા ખેલીઓ પાસેથી રોકડા રૂપિયા 8,000 સહિતનો મુદ્દામાલ પોલીસે હસ્તગત લઈ વધુ તપાસ આરંભી છે.