• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

ચાંદ્રાણીમાં પશુ ભરેલાં વાહનને રોકવા મુદ્દે થયેલી બબાલમાં બે ઈજાગ્રસ્ત

ગાંધીધામ, તા. 2 :  અંજાર તાલુકાના ચાંદ્રાણીમાં  પશુઓને લઈ જતાં વાહનને રોકવા મુદ્દે થયેલી  બબાલમાં બે જણને ઈજા પહોંચી હોવાના અહેવાલ સાંપડયા હતા. આ બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકે આવી પહોંચ્યા હતા.બહાર આવેલી વિગતો અનુસાર ટ્રકમાં પાડા ભરીને લઈને જવાતા હતા દરમ્યાન આ પશુઓને કતલખાને લઈ જતા હોવાની શંકાના આધારે  કેટલાક  લોકોએ મોટરસાઈકલથી આ વાહનનો પીછો કર્યો હતો. ચાંદ્રાણી બસ સ્ટેશન પાસે આ વાહન રોકાવવામાં પશુપ્રેમીઓને  સફળતા મળી હતી ત્યારબાદ અંદાજિત 1પ જણનાં ટોળાએ  પીછો કરતાં લોકો સાથે ઝપાઝીપી કરી હતી, જેને  કારણે બે જણને ઈજા પહોંચી  હતી. વાહનમાં રહેલાં પશુઓને લોધેશ્વર ગૌશાળામાં મોકલવાની વ્યવસ્થા પોલીસતંત્ર દ્વારા કરાઈ હોવાના અહેવાલ સાંપડયા હતા. આ બબાલમાં પશુ લઈને જતી ગાડીના કાચ પણ તૂટયા હોવાની પણ  વિગતો સાંપડી હતી. આ લખાય છે, ત્યારે રાત્રિના 9.30 વાગ્યાના અરસામાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. પોલીસે    પ્રાથમિક તપાસ સહિતની કાર્યવાહીમાં પરોવાયેલી હોવાથી વધુ વિગતો સાંપડી ન હતી.  

Panchang

dd