ગાંધીધામ, તા. 3 : અંજારમાં રહેનાર એક મહિલાને
લગ્નની લાલચ આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધતાં શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
હતી. અંજારમાં રહેનાર એક મહિલાને સાપેડાના દિનેશ અરજણ મરંડે લગ્ન કરવાની લાલચ આપી હતી.
મહિલાને વિશ્વાસમાં લઈ બાદમાં તેની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.
આ મહિલાએ લગ્ન બાદ શરીર સંબંધ બાંધવાનું કહેતાં આરોપીએ ભોગ બનનારને માર મારી જાનથી
મારી નાખવાની ધાકધમકી કરી હતી. તા. 5/6/2024થી અત્યાર સુધીમાં બનેલા આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની
કાર્યવાહી હાથ ધરી છે.