ભુજનાં હમીરસર તળાવમાં શનિવારે રાત્રે જૂની રાવલવાડી-નટવાસમાં
રહેતા 20 વર્ષીય યુવાન રુતિક ગુલામ નટે
છલાંગ મારી હતી. આ બનાવનાં પગલે છલાંગ મારનારના પિતરાઈ ભાઈએ ઘટનાસ્થળે જણાવ્યું હતું
કે, તેના ભાઈએ હમીરસરમાં છલાંગ લગાવી છે. નગરસેવક
ધીરેન લાલન અને હનીફ માંજોઠીએ તુરંત ભુજની ફાયર શાખાને જાણ કરતાં ઘટનાસ્થળે ટીમ બોટ
અને સાધનો સાથે ધસી આવી હતી અને પાણીમાંથી યુવાનને બહાર કાઢયો હતો. આ કામગીરીમાં ઈસ્માઈલ જત, પ્રદીપભાઈ ચાવડા, અસલમ પટ્ટણી, સોહમ ગોસ્વામી, કમલેશ મતિયા, હીરજીભાઈ
ખાભલિયા, સત્યરાજસિંહ ઝાલા, ઋષિ ગોર,
કરણ જોશી, ઉજવ ગોસ્વામી તથા તાલીમી સ્ટાફ જોડાયો
હતો. બનાવનાં પગલે લોકો એકત્ર થયા હતા