• સોમવાર, 04 ઑગસ્ટ, 2025

કચ્છમાં 30 જુગારીને પોલીસે ઝડપ્યા

ભુજ / ગાંધીધામ, તા. 2 : કચ્છમાં જુગારના જુદા-જુદા દરોડામાં પોલીસે 30 જુગારીને કુલ રૂા. 1,77,990ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. - ભુજની સર્જન કાસા પાસે પાંચ ખેલી જબ્બે : ભુજની સર્જન કાસા સોસાયટી પાસે શક્તિ હોટલ તથા હોસ્ટલની પાછળ બાવળોની ઝાડીમાં આજે ધાણીપાસા વડે જુગાર રમતા જયેશગર હીરાગર ગુસાઈ, વિશાલ પ્રદીપભાઈ સોની, દિલીપભાઈ જામભા જાડેજા, ધર્મેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ ઠક્કર અને નેમીશ ઉર્ફે કમલેશ રામાણી (રહે. તમામ ભુજ)ને રોકડા રૂા. 26,400 તથા પાંચ મોબાઈલ કિં. રૂા. 20,500 એમ કુલ રૂા. 46,900ના મુદ્દામાલ સાથે એલસીબીએ ઝડપીને એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. - ભુજમાં ચાર ખેલી પકડાયા : ભુજના હિનાપાર્ક-3 અને આઝાદનગરની પાછળ બાવળોની ઝાડીમાં ગઇકાલે રાતે ધાણીપાસા વડે જુગાર રમતા અલ્તાફ ઓસમાણ હિંગોરજા, તોફીક ભચુ ત્રાયા, અલીમામદ હસન સમા અને કાસમ અલીમામદ કકલ (રહે. તમામ ભુજ)ને રોકડા રૂા. 12,860ના મુદ્દામાલ સાથે બી-ડિવિઝન પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. - મિરજાપરમાં ત્રણ જુગારી ઝડપાયા : ભુજના મિરજાપરમાં હ્યુન્ડાઇના શોરૂમ પાછળ મહાદેવનગર ટેકરા ઉપર તા. 2/8ના અડધી રાતે સ્ટ્રીટલાઇટના અજવાળે ધાણીપાસા વડે જુગાર રમતા નરેન્દ્રભાઇ ખીમજીભાઇ પરમાર, રાહુલ હીરજીભાઇ ચાવડા (રહે. બંને સુખપર) અને અશ્વિન દિનેશભાઇ આંઠુ (મિરજાપર)ને રોકડા રૂા. 10,680ના મુદ્દામાલ સાથે એ-ડિવિઝન પોલીસે ઝડપી ગુનો નોંધી તજવીજ આદરી હતી. - પોલીસે માંડવીમાં ચાર ખેલી પકડયા : માંડવીના નવાપુરામાં બચુભાઇ ઓઝાના મકાન પાસે ખૂલી જગ્યામાં તા. 2/8ના રાતે તીનપત્તીનો જુગાર રમતા પ્રવીણસિંહ ઉમરસંગ પઢિયાર, ભરત ભીમજી વાલી, ભરતભાઇ રવજીભાઇ સલાટ અને નીલેશભાઇ ભીમજીભાઇ વાલી (રહે. તમામ નવાપુરા-માંડવી)ને રોકડા રૂા. 14,580ના મુદ્દામાલ સાથે માંડવી પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. - માધાપરમાં પત્તા ટીંચતા સાત જબ્બે : માધાપરના ધોરીમાર્ગ બંસીધર ટી. હાઉસવાળી ગલીમાં ગઇકાલે રાતે ગંજીપાના વડે જુગાર રમતા ગજેન્દ્ર રામભરોસે પાલ (મૂળ ઉત્તરપ્રદેશ હાલે ભુજ), શાંતિલાલ વેલજી ઠક્કર (માધાપર), મનીષ નારણભાઇ બેચરા (ભુજ), અમિત જિતેન્દ્રભાઇ નાયક, જગદીશભાઇ છગનભાઇ પટેલ (બંને મિરજાપર), દેવેન્દ્રપુરી શંકરપુરી ગુંસાઇ અને રાહુલ અમરતભાઇ ઠક્કર (રહે. બંને માધાપર)ને રોકડા રૂા. 35,900, સાત મોબાઇલ કિં. રૂા. 30,500 એમ કુલ રૂા. 66,400ના મુદ્દામાલ સાથે માધાપર પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. - વંગમાં ત્રણ જુગારી ઝડપાયા : નખત્રાણા તાલુકાના વંગમાં તળાવની પાળ પર આજે બપોરે તીનપત્તીનો જુગાર રમતા  ઇશ્વરભાઇ નારાણભાઇ આયરખેતાભાઇ ખેંગારભાઇ આયર (બંને વંગ) અને સુરેશભાઇ નારાણભાઇ આયર (નિરોણા)ને રોકડા રૂા. 1920ના મુદ્દામાલ સાથે નિરોણા પોલીસે ઝડપીને  કાર્યવાહી કરી હતી. - ગાંધીધામમાં જુગટું રમતા ચાર ખેલી જબ્બે : ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાં ધોબીઘાટ રામપીર મંદિરની પાછળની ગલીમાં  જાહેરમા જુગાર રમતા આરોપી  બાબુભાઈ રેવાભાઈ સોલંકી, મુકેશ કરશનભાઈ વડેચા, મનિષ રમેશભાઈ ચૌહાણ, ભરત વાલાભાઈ ચૌહાણની ધરપકડ થઈ હતી. ગંજીપાના વડે જુગાર રમતા તહોમતદારો પાસેથી રોકડા રૂા.24650 સહિતનો  મુદ્દામાલ હસ્તગત લેવાયો હતો.  

Panchang

dd