ભુજ, તા. 2 : દારૂ-સિગારેટ પીતો વીડિયો ઉતારી
મમ્મીને બતાવી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરીને 32.30 લાખની મત્તાની ચોરી કરાવી બહાર ફરવા ભગાડી દેવાનાં આ ચકચારી
ષડયંત્રના મુખ્ય આરોપી રાહુલ ઉર્ફે લાલો ભગવાનજી સોલંકીના વધુ ત્રણ દિવસના રિમાન્ડ
મંજૂર થયા છે. આ ચકચારી બનાવની ગત તા. 22/7ના રાતે એ-ડિવિઝન પોલીસ મથકે ટ્વીન્કલસિંઘ રાજપૂતે ફરિયાદ નોંધાવી
હતી અને આ કેસના બંને આરોપીની ધરપકડ કરી પોલીસ કસ્ટડીના રિમાન્ડનો સમય પૂર્ણ થતાં કોર્ટમાં
રજૂ કરાતાં જ્યુડિશિયલ કસ્ટડી પાલારા જેલમાં મોકલી દેવાયા હતા. આ કેસની તપાસ એલસીબીને
સોંપાઇ હતી. મુખ્ય આરોપી રાહુલ સોલંકીએ ઉપયોગમાં લીધેલા ફોન મળતાં તેની ઊંડાણપૂર્વકની
પૂછતાછ જરૂરી હોવાથી એલસીબીએ વધુ રિમાન્ડની
માંગ કરતાં તેના વધુ ત્રણ દિવસના તા. 4/8 સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. સરકાર તરફે સરકારી વકીલ આર.આર.
પ્રજાપતિ હાજર રહ્યા હતા.