ભુજ, તા. 2 : નખત્રાણા પોલીસ વિસ્તારમાં
વકરેલી દારૂની બદીને નિવારવા પોલીસ દ્વારા પગલાં ભરાઈ રહ્યાં છે. બે દિવસ પૂર્વે સુખપર
(રોહા)ના બુટલેગર રાણા તમાચી કોલીને હદપાર કરાયાના હુકમ બાદ વધુ એક એવો નખત્રાણાનાં
ગણેશનગરમાં રહેતો અને દારૂનો ગેરકાયદે ધંધાર્થી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો હરેશ કોલીને કચ્છ
અને આસપાસના જિલ્લાઓમાંથી ત્રણ માસ માટે હદપાર કરવામાં આવ્યો છે. નખત્રાણા પ્રાંત અધિકારી
દ્વારા દરખાસ્તને મંજૂરી અપાતાં તડીપારની તજવીજ કરાઈ હતી. આ કામગીરીમાં નખત્રાણાના
પીઆઈ એ.એમ. મકવાણા, પી.એસ.આઈ.
એમ.બી. શામળા અને પોલીસ સ્ટાફ જોડાયો હતો.