• ગુરુવાર, 07 ઑગસ્ટ, 2025

અવસાન નોંધ

ભુજ : ગોસ્વામી દમયંતીબેન પરષોત્તમભારથી (નાના શીતલામાના મંદિરવાળા) (ઉ.વ. 72) તે સ્વ. ભચીબેન ત્રિકમભારથીના પુત્રવધૂ, પરષોત્તમભારથી (નિવૃત્ત એસ.ટી. કર્મચારી)ના પત્ની, મંગળાબેન, સ્વ. દૌલતપુરી, સવિતાબેન, સ્વ. નિર્મળગિરિ, અમૃતબેન, સ્વ. મગનભારથીના ભાભી, સ્વ. જાગૃતિબેન, આરતીબેન, દીપલબેન, જ્યોત્સનાબેન, રાજેશભારથી (પૂજારા ટેલિકોમ)ના માતા, અજયગિરિ (ભુજપુર હાલે મુંબઇ), કલ્પેશ દેઢિયા (ભોરારા હાલે મુંબઇ), સૌરભ શાહ (ખંભાત હાલે સુરત), રિયાબેનના સાસુ, અંશિવના દાદી, પ્રથમ અને જિયાનના નાની, સ્વ. કેસરબેન બલદેવપુરી (નખત્રાણા)ના પુત્રી, ઝવેરબેન જેરામગિરિ (હાલાપર હાલે મુંબઇ), તરલાબેન સ્વ. જયંતીગિરિ (હાલાપર હાલે મુંબઇ), રઘુનાથપુરી (નખત્રાણા હાલે ભુજ)ના બહેન, સ્વ. કમળાબેનના નણંદ, મધુબેન સ્વ. પ્રફુલભારથી, સ્વ. રક્ષાબેન પ્રકાશભારથીના કાકી, મંગલગિરિ ગોસ્વામી, રામજીભાઇ દેઢિયા, કીર્તિકુમાર શાહ, તેજભારથી ગોસ્વામીના વેવાણ તા. 5-8-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-8-2025ના ગુરુવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, રામધૂનની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : મૂળ ચિત્રોડના વજીબેન (ઉ.વ. 98) તે સ્વ. લક્ષ્મીબેન વાલજી દોશીના પત્ની, સ્વ. રાઘવજીભાઇ, સ્વ. હરખચંદભાઇના ભાભી, મહેન્દ્રભાઇ (દોશી કલોથ સ્ટોર્સવાળા), સતીશભાઇ (સમકીત ટેક્ષટાઇલ), જીવતીબેન પ્રભુલાલ શાહ, ગં.સ્વ. લીલાવંતીબેન ચમનલાલ ખંડોર, જયાબેન પ્રવીણભાઇ ખંડોર, ગં.સ્વ. કંચનબેન ચંદ્રકાન્ત શેઠ, ગીતાબેન પ્રવીણભાઇ પટેલ, ભાનુબેન નીતિનભાઇ મહેતા, પૂ. તૃપ્તિબેન મહાસતીજી (સંસાર પક્ષે)ના માતા, સ્વ. બધીબેન રણછોડ ધનજી મહેતાના પુત્રી, સ્વ. હેમચંદભાઇ, માધવજીભાઇ, સ્વ. તલકશીભાઇ, પરષોત્તમભાઇના બહેન, પુષ્પાબેન, તારાબેનના સાસુ, અંજલિના દાદીસાસુ, ડિમ્પલ, જીનલ, ખુશાલી, ખુશ્બૂ, સમકીત, સ્વ. ધૈર્યના દાદી, હર્ષિદા, જ્યોતિ, ઋતુલ, પરેશ, દીપક, કૃણાલ, રિંકુ, પૂજા, કૃપેશ, વિરાગ, પ્રીત, જીત, ધ્વની, આયુષી, દૃષ્ટિના નાની તા. 5-8-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-8-2025ના ગુરુવારે સવારે 11થી 12 વી.બી.સી. વાડી, આર.ટી.ઓ. ભુજ ખાતે.

ભુજ : મૂળ ધુણઇના હાલે નખત્રાણા અબોટી ત્રિવેદી ભાઇલાલ પ્રભુલાલ (ઉ.વ. 83) તે ડાઇબેનના પતિ, સ્વ. ચોથીબેન પ્રભુલાલના પુત્ર, લક્ષ્મીબેન મણિશંકર (નલિયા)ના જમાઇ, સ્વ. મથરાદાસ, સ્વ. હરિલાલના બનેવી, વસંતભાઇ, સ્વ. કાન્તિભાઇ, સુરેશભાઇ, સ્વ. રંજનબેન, ભાનુબેન, સ્વ. દમીબેનના મોટા ભાઇ, ઉમેદભાઇ, પરેશભાઇ, ભારતીબેનના પિતા, વિરલ, જય, રોશની, મિત્તલના દાદા, ભરતભાઇ, સ્વ. આશાબેન, હિનાબેનના સસરા, રિદ્ધિ, વિવેકના નાના, મધુબેન, ઉર્મિલાબેન, રમાબેનના જેઠ, વૈશાલી, ભક્તિના દાદાસસરા, જીયાંશના પરદાદા તા. 5-8-2025ના નખત્રાણા ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-8-2025ના સાંજે 4થી 5 `શક્તિધામ' (માંડવી હાઇવે રોડ) ભુજ ખાતે.

ભુજ : મૂળ ડુમરાના માંજોઠી શરીફાબાઇ (ઉ.વ. 75) તે મ. હુશેન ફકીરમામદના પત્ની, મ. આધમ ફકીરમામદ, મ. અદ્રેમાન ફકીરમામદ, મ. ઓસમાણ ફકીરમામદ, મ. ઉમર ફકીરમામદ, હાસમ ફકીરમામદના ભાભી, માંજોઠી ઇશાક જાકબના ભત્રીજી, અબ્દુલહુશેન, હાજી રમજુહુશેન (મોબાઇલવાળા), ઇસ્માઇલહુશેનના માતા, ફકીરમામદ હારુન, અબ્દુલ હારુનના બહેન, સાલેમામદ સિધિક (વડાલા), હાજી અદ્રેમાન મામદ (તુંબડી)ના સાસુ, અલ્તાફ અબ્દુલ, રિયાઝ હાજી રમજુ, સાહિલ ઇસ્માઇલના દાદી, ઇબ્રાહિમ દાઉદના મામી તા. 4-8-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-8- 2025ના ગુરુવારે સવારે 10થી 11 માંજોઠી સમાજવાડી, જેષ્ઠાનગર, ભુજ ખાતે.

ભુજ : માંડવીના વિનોદચંદ્ર જેઠાલાલ શાહ (ભૂતપૂર્વ મામલતદાર) (ઉ.વ. 78) તે સ્વ. જેઠાલાલ હાથીભાઇ શાહના પુત્ર, વીણાબેનના પતિ, સ્વ. રતિલાલ જીવરાજ શેઠ (માનકૂવા)ના જમાઇ, જિજ્ઞા પારસ વોરા, જલ્પા તારક મહેતા, પ્રગતિ કલરવ સચદે, ડો. ઉર્મિ જિગર ઝોટાના પિતા તા. 5-8-2025ના અવસાન પામ્યા છે. સંપર્ક પારસ-98253 12726, કલરવ-98259 23445.

ગાંધીધામ : મૂળ રાયણ મોટી (તા. માંડવી)ના ખીમજીભાઈ જુમાભાઈ કેનિયા (ઉ.વ. 83) તે સ્વ. જુમાભાઈ જીવરાજ કેનિયાના પુત્ર, સ્વ. લીલબાઈ ખીમજીભાઈ કેનિયાના પતિભાણજીભાઈ, મેઘજીભાઈ (એડવોકેટ), વેરશીભાઈ (એલ.આઈ.સી), ધનબાઈ, ભાણબાઈના પિતા, રતનબેન ભાણજીભાઈ, રતનબેન મેઘજીભાઈ, દિવ્યાબેન વેરશીભાઈ (પ્રોફેસર-તોલાણી કોમર્સ કોલેજ)પચાણભાઈ રામજીભાઈ સંજોટ, ગાંગજીભાઈ કેસાભાઈ વગોરાના સસરાવર્ષા, કમલેશ, અનિલ, જયેશકુમાર, શીતલ, આયુષી, દેવ્યાંશી, વૈદિકના દાદા, મનીષ, ભારતી, હંસા, અરાવિંદ, સંગીતા, મુકેશના નાના તા. 31-7-2025ના અવસાન પામ્યા છે. અંતિમવિધિ (દિયાડો) તા. 1-8-2025ના પૂર્ણ થઈ છે.

અંજાર : મૂળ ભીમાસર (ભુ.)ના મ.ક.સ.સુ. માધવજીભાઇ દેવજીભાઇ પરમાર (દરજી) (ઉ.વ. 65) તે સ્વ. કુંવરબેન દેવજીભાઇના પુત્ર, ગં.સ્વ. ઇન્દુબેનના પતિ, ભાવના (રાપર), ધર્મિષ્ઠા (ભુજ), હર્ષા (કિડાણા), મેહુલ, વનિતા, ઉર્વશીના પિતા, ચેતનભાઇ, જિગરભાઇ, શૈલેશભાઇના સસરા, સ્વ. મનુભાઇ, કમુબેન, પ્રવીણભાઇ, સુશીલાબેન, અલ્કેશભાઇના ભાઇ, ચમનલાલ (રાપર), સ્વ. ખીમજીભાઇ (અંજાર)ના સાળા, સ્વ. શિવલાલ, સ્વ. લાલજીભાઇ, મગનભાઇ, ગોવિંદભાઇ, સ્વ. મનસુખભાઇ (રતનાલ)ના કાકાઇ ભાઇ, ગં.સ્વ. લક્ષ્મીબેન બચુભાઇ ચત્રભુજ (ભચાઉ)ના જમાઇ, રમણીકભાઇ, ખટાઉભાઇ, અરવિંદભાઇ, શાન્તિલાલ, જીતુભાઇ (ભચાઉ), સુશીલાબેન, વિમીબેન, ઉર્મિલાબેન, મણિબેનના બનેવી, હંસાબેન, માયાબેન, આશિષ, હિતેષના કાકા, નીલમ, પ્રીતિ, અક્ષય, સાગર, દિવ્યાના મોટાબાપા, નવ્યા, મહેક, હેતાંશ, હેત, આયુષના નાના, કુનાલ, ધારા, કાવ્ય, દક્ષના દાદા તા. 4-8-2025ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 8-8-2025ના શુક્રવારે મકલેશ્વર મહાદેવ મંદિર, ગળપાદર રોડ, અંજાર ખાતે.

માધાપર (તા. ભુજ) : ઓઝા નગેન્દ્ર મહેન્દ્રભાઇ (ઉ.વ. 58) તે સ્વ. રમાબેન મહેન્દ્રભાઇ ઓઝાના પુત્ર, ઉષાબેનના પતિ, રક્ષાબેન, અલ્પાબેન, જનકના ભાઇ, દેવજીભાઇ (માતાના મઢ), ભરતભાઇ (નાસિક)ના સાળા, સ્વ. સુરેન્દ્રભાઇ, સ્વ. કિરીટભાઇ, ગોપાલભાઇના ભત્રીજા, ખરાશંકર જટાશંકર જોશી (માતાના મઢ)ના દોહિત્ર, ઓઝા કેશવલાલ વલ્લભદાસના પૌત્ર, મહેશ, સ્વ. ભરતભાઇ, સ્વ. પંકજ, વિશાલ, તુષારના કાકાઇ ભાઇ, દીપાબેનના જેઠ, સાક્ષી અને શિવમના મોટા બાપા તા. 4-8-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-8-2025ના સાંજે 4થી 5 મિત્રી વાડી, બસસ્ટેશન પાછળ. 

માધાપર (તા. ભુજ) : હીરાબેન ચમનલાલ રાઠોડ (જિલ્લા પંચાયત રિટાયર્ડ કલાર્ક) (ઉ.વ. 81) તે સ્વ. ચમનલાલ ગંગારામ રાઠોડના પુત્રી, સ્વ. શાંતિલાલ ચમનલાલ રાઠોડ, કમળાબેન જગદીશભાઇ પંચોલીના બહેન, સ્વ. દયાબેન શાંતિલાલ રાઠોડના નણંદ, કાશ્મીરા અશોકભાઇ ઉમરાણિયા, તેજસ શાંતિલાલ રાઠોડ, ઉર્વશી કમલેશભાઇ વાઘેલા, સ્વ. દેવાંગી શાંતિલાલ રાઠોડના ફઇ, વીણાબેન તેજસભાઇ રાઠોડના ફઇજી સાસુ, અનુશ્રુત, મીત, અક્ષય, હીર, શિવાનીના માતા અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-8-2025ના ગુરુવારે સાંજે 5થી 6 સોરઠિયા સમાજવાડી, માધાપર (ભુજ) ખાતે.

માધાપર (તા. ભુજ) : હાલે ભુજ લુહારવાઢા ફરીદાબાઇ (ઉ.વ. 55) તે ઉસ્માનગનીના પત્ની, હાજી મામદ (માધાપર)ના પુત્રવધૂ, જાવેદ, અબ્દુલકાદરના માતા, મ. જુસબ, મ. હાજી ઇલિયાસ, મ. અ.શકુરના નાના ભાઇના પત્ની, અનવરહુશેન, મ. હમીદભાઇ (લોડાઇ)ના નાના બહેન તા. 4-8-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-8-2025ના ગુરુવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, માધાપર ખાતે.

માનકૂવા (તા. ભુજ) : જશુબેન ધનજી જોગી (સોઢા) (ઉ.વ. 40) તે શિવજી જાધુ તથા હકુબેનના પુત્રવધૂ, ધનજી શિવજીના પત્ની, જિજ્ઞા, તનિષા, હેત, નેહા, મનોજના માતા, પ્રવીણ, રવિ, ચાગુબેનના ભાભી, મિતેષ, સંદીપ, જયદીપના કાકી, માનબાઇ, મંજુલાબેન, પ્રેમિલાબેન, ચેતનાબેન, દિનેશના બહેન, મોહન, નારણ, બાબુ, પ્રદીપના કાકાઇ બહેન, કિરણ ઇશ્વર, દિનેશ રમેશના સાસુ, સ્વ. મીઠુ કાકુ તથા મેઘબાઇના પુત્રી, શાંતાબેન, તેજબાઇ, મૂળજી કાકુ, પુરબાઇના ભત્રીજી, માધવજી, ભીમજી, રામજી, દિલીપના સાળી, હિના, નીતાબેનના જેઠાણી, નરસિંહ લાખાના સાળાવેલી તા. 3-8-2025ના અવસાન પામ્યા છે. તા. 12-8-2025ના રાત્રે 10.30 વાગ્યે સંતવાણી અને આગરીની રાત, તા. 13-8-2025ના સવારે 10.30 કલાકે ગૌપૂંછ પાણી યક્ષ મંદિરની બાજુમાં, જોગીવાસ, ભારાસર રોડ, માનકૂવા ખાતે.

સિનુગ્રા (તા. અંજાર) : મુસ્તાક હુશેન સિરાચ (ઉ.વ. 37) તે રફીકના મોટા ભાઇ, અધાભા સિરાચના જમાઇ, મહમદ, મોમીનના પિતા, અલીમામદ, જુસબ, સલીમ (પેઇન્ટર)ના ભત્રીજા તા. 5-8-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-8-2025ના સવારે 10થી 11 મુસ્લિમ સમાજવાડી, સિનુગ્રા ખાતે.

તલવાણા (તા. માંડવી) : જાડેજા મહાવીરસિંહ ગુલાબસંગ (ઉ.વ. 51) તે સ્વ. ગુલાબસંગ ભુરૂભાના પુત્ર, સ્વ. પથુભા, સ્વ. દીપુભા, સ્વ. શિવુભાના ભત્રીજા, ગુણુભા, કિરીટસિંહ, સ્વ. વજુભા, સ્વ. મનુભા, માધુભા, સ્વ. મહેન્દ્રસિંહ, દેવેન્દ્રસિંહ, જયેન્દ્રસિંહ, કલ્પેશસિંહના ભાઇ, મયૂરસિંહ, રામદેવસિંહ, મિતેન્દ્રસિંહ, બળદેવસિંહ, જગદીશસિંહ, શક્તિસિંહ, હરદેવસિંહ, સિદ્ધરાજસિંહના કાકા, પરાક્રમસિંહ, કરણસિંહ, પ્રિતપાલસિંહ, જયદેવસિંહ, જયવીરસિંહ, પરમવીરસિંહના મોટાબાપુ, હિતરાજસિંહ, રાજવીરસિંહ, વંશરાજસિંહના દાદા તા. 5-8-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 5-8થી 8-8-2025 સુધી અજાણી ભાયાતના ડેલામાં તથા ઉત્તરક્રિયા તા. 13-8-2025ના બુધવારે નિવાસસ્થાને.

રામપર-વેકરા (તા. માંડવી) : માંજોઠી બાયાબાઇ મામદ (ઉ.વ. 95) તે મ. અબ્દુલા મામદ, દાઉદ, હારુનના માતા, કાસમ, ફકીરમામદ, મામદ, સાહિલના દાદી, સાલેમામદ હારુન, ઓસમાણ હાસમ, આધમ ઇસ્માઇલ, નૂરમામદ જકરિયાના સાસુ તા. 4-8-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-8- 2025ના બુધવારે સવારે 12થી 1 નિવાસસ્થાન વેકરા ખાતે.

કલ્યાણપર-મંજલ (તા. નખત્રાણા) : દાનાભાઇ નથુભાઇ ભીમાણી (ઉ.વ. 82) તે મણિબેનના પતિ, કાંતિલાલ, રેખાબેન નાનાલાલ, અશોકભાઇના પિતા, સ્વ. અરજણભાઇ, સ્વ. ગોવિંદભાઇ, સ્વ. ડાયાભાઇ, મનજીભાઇ, ગંગાબેનના ભાઇ, નિમુબેન, ગીતાબેન, વર્ષાબેન, હરેશભાઇના સસરા, બિંદિયા, ભાવિકા, રાજ, રશ્મિ, નીકિતા, દૃષ્ટિ, વેદી, હર્ષિના દાદા, સ્વ. નારણભાઇ હંસરાજ પોકાર (ખીરસરા)ના જમાઇ તા. 5-8-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-8-2025ના ગુરુવારે સવારે 8.30થી 11.30 અને બપોરે 3.30થી 5.30 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, કલ્યાણપર (મંજલ) ખાતે.

લક્ષ્મીપર-તરા (તા. નખત્રાણા) : હાલે હિંમતનગર ઇશ્વરભાઇ બાબુભાઇ છાભૈયા (ઉ.વ. 53) તે પાર્વતીબેનના પતિ, મણિબેન બાબુભાઇ છાભૈયાના પુત્ર, જુગલ, દીપના પિતા, મીનલબેનના સસરા, સરલાબેન, નયનાબેન, રંજનબેન, રીટાબેનના ભાઇ, સ્વ. જીવાબેન કાનજીભાઇ ગોરાણી (કલ્યાણપર)ના જમાઇ તા. 4-8-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 8-8-2025ના શુક્રવારે સવારે 8થી 11 બાબુભાઇ હંસરાજભાઇ છાભૈયાના નિવાસસ્થાન લક્ષ્મીપર ખાતે.

રાજકોટ : હરસુખ ધામેચા તે કાંતાબેનના પતિ, સ્વ. વલ્લભદાસ ઘેલાભાઈ ધામેચાના પુત્ર, સ્વ. કિશોરભાઈ, સ્વ. દિનેશભાઈ, સુભાષભાઈ, દીપકભાઈ, ઉષાબેન મનસુખલાલ તન્નાના ભાઈ, પંકજ અને કૈલાશભાઈના પિતા, શિવાનીબેન યશકુમાર ખખ્ખર, નૈમિષ, ઉદ્દીપ, ઉર્વીબેનના દાદા તા. 5-8-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી તા. 7-8-2025ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 પ્રગટેશ્વર મહાદેવ મંદિર, ભીમનગરની આગળ, સુવર્ણ ભૂમિની સામે, રાજકોટ ખાતે.

મુંબઇ : સતીશભાઇ મનુભાઇ વૈદ્ય (ઉ.વ. 82) તે સ્વ. સવિતાબેન અને સ્વ. મનુભાઇના પુત્ર, મિલિંદ અને મિહિરના પિતા, સુરેશભાઇ, સુધાબેન, સરોજબેનના ભાઇ તા. 2-8-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-8-2025ના ગુરુવારે સાંજે 5થી 7 બાલાજી મંદિર, તિલક રોડ, ઘાટકોપર (પૂર્વ) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

મુંબઇ : ગં.સ્વ. રંભાબેન કપૂરચંદ શેઠ (ઉ.વ. 83) તે સ્વ. કપૂરચંદ ભાંખરશીના પત્ની, વોરા મગનલાલ માણેકચંદ (તેરાવાળા)ના પુત્રી, સ્વ. કેશવલાલ, સ્વ. માધવજી, સ્વ. રતિલાલ, સ્વ. કંકુબેન, ચંચળબેનના ભાભી, બિપિન, સ્વ. જિતેન્દ્ર, અનિલ, કુસુમ, જ્યોતિના માતા, વાડીલાલ મહેતા તથા સુરેશકુમાર મહેતાના સાસુ તા. 4-8-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા કે લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : અનિલભાઇ-99304 73052. 

Panchang

dd