• ગુરુવાર, 07 ઑગસ્ટ, 2025

ગાંધીધામની કંપનીના નીકળતા 58.34 લાખ ન આપતા ગુનો દર્જ

ગાંધીધામ, તા. 6 : શહેરની એક ટ્રાન્સપોર્ટ પેઢી પાસેથી વાહનો ભાડે રાખી બાદમાં તેનું રૂા. 58,34,350નું ચુકવણું ન કરતા ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. શહેરના લીલાશાહ નગરમાં રહેનારા જસદીપસિંહ, કમલજીતસિંઘ ધનોતા સેકટર 18-એ ખાતે ટ્રાન્સ શિપિંગ નામની ટ્રાન્સપોર્ટ પેઢી ચલાવે છે. તેમની આ પેઢીમાં અગાઉ મનપ્રિત ચહલ ભાગીદાર હતા, જે 2023માં છુટા થતા ફરિયાદી અને તેમના ભાઈ આ પેઢી ચલાવે છે આ છુટા પડેલા ભાગીદાર થકી ફરિયાદીનો બ્રાસ લોજિસ્ટિક પ્રા. લિમિટેડના આરોપી એવા સજીવકુમાર, રાજેશ, હરેશ અને બેન્સી સાથે સંપર્ક થયો હતો. આ કંપનીએ ફરિયાદી પાસેથી ભાડેથી ગાડીઓ લેવાનું ચાલુ કર્યું હતું, જેનું શરૂઆતમાં નિયમિત ભાડું અપાતું હતું. બાદમાં કોચીન ડિવિઝન માટે ગાડીઓ ભાડે રાખવામાં આવી હતી, જેના રૂા. 42,53,110ના 27 બિલ થયાં હતાં જે ટીડીએસ કાપી લઈ આરોપીઓએ જમા કરાવ્યું ન હતું બાદમાં ટુટીકુડી તમિલનાડુ ડિવિઝન માટે ગાડીઓ ભાડે રાખી હતી. જેનું રૂા. 14,69,410ના 19 બિલ થયાં હતાં તેનું પણ ટીડીએસ કાપી લઈ સરકારમાં જમા કરાવાયાં નહોતા. આ આરોપીઓ પાસેથી રૂા. 58,34,350ની વારંવાર માંગ કરવા છતાં બાકી નીકળતી રકમ ન આપતા અંતે પોલીસ મથકે વિશ્વાસઘાત, છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. 

Panchang

dd