નવી દિલ્હી, તા.પ : પૂર્વ દિગ્ગજ
બેટધર સચિન તેંડુલકર, પૂર્વ કપ્તાન
સૌરવ ગાંગુલી અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી સહિતનાએ ઇંગ્લેન્ડ વિરુદ્ધની ટેસ્ટ શ્રેણીમાં
ભારતીય ટીમના પ્રદર્શનની ભરપૂર પ્રશંસા કરી છે. શુભમન ગિલની ટીમે ઓવલ ટેસ્ટ માત્ર 6 રને જીતીને શ્રેણી 2-2થી ડ્રો કરી છે. ઓવલ ટેસ્ટની
જીત પછી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ટિવટ કર્યું કે ટેસ્ટ ક્રિકેટ-રૂંવાડા ઉભા
કરી દે તેવી મેચ. સિરીઝ 2-2. પ્રદર્શનમાં
10માંથી 10. ભારતીય ક્રિકેટના મહાનાયકો. શું શાનદાર વિજય છે. જ્યારે બીસીસીઆઇના
પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પ્રતિક્રિયા આપી કે શાનદાર જીત છે ટેસ્ટ ક્રિકેટ. સર્વશ્રેષ્ઠ
ફોર્મેટ. ટીમના તમામ ખેલાડી અને કોચને અભિનંદન. સિરાજ દુનિયાના કોઇ પણ હિસ્સામાં પોતાની
ટીમને નિરાશ કરતો નથી. મેચ જોવાની મજા આવી. આ યુવા ટીમમાં ઘણું સાતત્ય છે. ઇંગ્લેન્ડ
પ્રવાસની પહેલા ટેસ્ટમાંથી સંન્યાસ લેનાર વિરાટ કોહલીએ કહ્યંy કે ટીમ ઇન્ડિયાની શાનદાર જીત. સિરાજ અને
પ્રસિદ્ધના દૃઢ સંકલ્પે આપણને અભૂતપૂર્વ જીત અપાવી. સિરાજે ટીમના વિજય માટે બધું દાવ
પર લગાવી દીધું હતું. તેના માટે હું ઘણો ખુશ છું.
ભારતના પૂર્વ સુકાન અનિલ કુંબલેએ પણ ભારતીય ટીમના લડાયક દેખાવની પ્રશંસા કરી
હતી જ્યારે ઇરફાન પઠાણે સિરાજની પ્રશંસામાં કહ્યંy કે શેર દિલ અને લોહે કા શરીર. હરભજનસિંઘે કહ્યંy તમે બધાએ મેચ જીતીને દિલ પણ જીતી લીધા.