• ગુરુવાર, 07 ઑગસ્ટ, 2025

ગાંધીધામની અનોખી સાડીથોને આકર્ષણ જમાવ્યું

ગાંધીધામ, તા. 6 : અહીંના ઈન્નરવ્હીલ ક્લબ, વિનસ કલેકશન તથા મારવાડી યુવા મંડળ જાગૃતિ શાળાના ઉપક્રમે  નેશનલ હેન્ડલુમ  દિવસના ઉપલક્ષમાં  ગાંધીધામમાં  અનોખી  સાડીથોન યોજાઈ હતી, જેમાં વિવિધ  પ્રાંત, સમાજની બેહનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શહેરના ટાગોર રોડ ઉપર આવેલા ફિયેસ્ટા બેન્કવેટ લોન ખાતેથી યામીનીબેન ઠક્કર, કવિતાબેન કેસરિયા, સ્નેહા પટેલે શંખનાદ કરીને  અનોખી પ્રતિયોગિતા સાડીથોનનો આરંભ કરાવ્યો હતો, જેમાં 400થી વધુ મહિલા, યુવતી તેમજ બાળકોએ ભાગ લીધો હતો.  પંડીત દીનદયાલ હોલ  ખાતે આ સ્પર્ધા પૂર્ણ થઈ હતી. આ હરીફાઈમાં  અર્ચના ગોલે, રજની ઠક્કર, સપના તેજવાણી અનુક્રમે વિજેતા બન્યા હતા. ગ્રુપ સ્પર્ધામાં મહારાષ્ટ્ર મહિલા મંડળ પ્રથમ તથા દ્વિતીય  બંગાલી સમાજની મહિલા પાંખ  તથા નાની બાળાઓના વિભાગમાં  અતાત્યા પ્રથમ, કિષ્ના બીજાક્રમે, આહના તૃતિય ક્રમે વિજેતા જાહેર થયાં હતાં. નિર્ણાયક તરીકે યામીનીબેન ઠક્કર અને ભારતીબા સોઢા રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઈન્નરવ્હીલ ક્લબના પ્રમુખ દિપ્તી  ગીરિયા, મંત્રી સુધા શાહ, પ્રોજેકટ સંયોજક ભૈરવી જૈન, જાગૃતિ શાખાના  પ્રમુખ સ્વીટી જૈન, પ્રોજેક્ટ સંયોજક  રીતુ ગોયલ સહિતનાનો સહકાર સાંપડયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2015માં નેશનલ હેન્ડલુમ દિવસની જાહેરાત કરવામાં આવી હતી, જેનાં પગલે જુદા-જુદા પ્રકારની કલા પ્રત્યે વિશેષ લાગણી ધરાવતા કવિતાબેન  કેસરિયા દ્વારા કચ્છની હસ્તકળાની વિશેષ પ્રાધન્ય મળે તેમજ જુદા-જુદા પ્રાંતના હસ્તકળા કારીગરોને પ્રોત્સાહિત કરવા માટે  છેલ્લાં ચાર વર્ષથી કચ્છ હેન્ડલુમ એક્સોનુ આયોજન કરવામાં આવે છે.       

Panchang

dd