ગાંધીધામ, તા. 6 : અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં
મેઘમાયા સોસાયટી નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં હર્ષિતા રમેશ મહેશ્વરી (ઉ.વ. 18) નામની યુવતીએ ગળેફાંસો ખાઇ
પોતાનો જીવ દીધો હતા. મેઘપર કુંભારડીની મેઘમાયા સોસાયટી નજીક આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં
રહેનાર હર્ષિતા નામની યુવતી ગઇકાલે રાત્રે પોતાના ઘરે હતી. દરમ્યાન, તેણે અગમ્ય કારણોસર પંખામાં વાયર બાંધી ગળેફાંસો
ખાઇ છેલ્લાશ્વાસ લીધા હતા. બનાવની તપાસ કરનાર ફોજદાર સી. એસ. ગઢવીએ યુવતીની માનસિક
અસ્વસ્થતા અંગે દવા ચાલુ હતી અને બનાવની આગળની તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.