• ગુરુવાર, 07 ઑગસ્ટ, 2025

અવસાન નોંધ

ભુજ : નવીન હીરજી ઠક્કર (જોબનપુત્રા) (ઉ.વ. 83) (નિવૃત્ત હિસાબનીશ-જિલ્લા પંચાયત) તે સ્વ. કમળાબેન હીરજી ઠક્કર (જોબનપુત્રા)ના પુત્રસીતાબેનના પતિ, દીપન (બીસીસીબી બેંક), જલ્પાના પિતા, તૃપ્તિ, પીયૂષ (રેલીટ્રેડ)ના સસરા, ડો. એનીના દાદા, ડો. દિયા, હેતના નાના, સ્વ. કંકુબેન મોહનલાલ થોભરાણી (દૂધવાળા)ના જમાઇ, સ્વ. કનુભાઇ, વિનોદભાઇ (મુંબઇ), દિનેશભાઇ (અમદાવાદ), નીતિનભાઇ, સ્વ. કલાબેન છોટાલાલ (મુંદરા), સ્વ. લીલાવંતીબેન નરોત્તમભાઇ, ભાનુબેન રમેશભાઇ, નલિનીબેન રમેશભાઇ (અંજાર)ના ભાઇ, સ્વ. મંગળાબેન હિંમતલાલ, સ્વ. શારદાબેન લક્ષ્મીદાસ, દિલીપભાઇ, સ્વ. જગદીશ, પ્રેમિલાબેન રમણીકભાઇના બનેવી તા. 3-8-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-8-2025ના મંગળવારે સાંજે 5થી 6 રુખાણા હોલ, નાનજી સુંદરજી સેજપાલ (ભીવંડીવાલા) લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.

માંડવી : હાલે મુંબઈ નિવાસી કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક પ્રદીપચંદ્ર વાડીલાલ મહેતા (ઉ.વ. 73) તે સ્વ. તારાબેન વાડીલાલ મૂળજીભાઈ મહેતાના પુત્ર, પ્રજ્ઞાબેનના પતિ, સ્વ. જયંતીભાઈ મહેતા (ટંકારા)ના જમાઈ, સ્વ. પ્રવીણચંદ્ર, કિશોરચંદ્ર, હરીશચંદ્ર, નવીનચંદ્ર, વિપિનચંદ્ર, સ્વ. નયનાબેન મનસુખભાઈ દેસાઈ, જયાબેન જિતેન્દ્રભાઈ મહેતા, કમલબેન કિરીટભાઈ મહેતા, હર્ષાબેન વિરેશભાઈ દોશી, દક્ષાબેન વિપિનભાઈ શાહના ભાઈ, સ્વ. નિરંજનાબેન, પુષ્પાબેન, લતાબેનના દિયર, નીતાબેન, ચંદ્રાબેનના જેઠ, વિધિના કાકા તા. 3-8-20રપના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : વિપિનભાઈ 98690 12060.

માંડવી : મૂળ કિશનપુરના મેમણ નિયામતબાઇ સિધિક (ઉ.વ. 58) તે મ. સિધિકના પુત્રી, મ. યાકુબ, ગફુર, ઇશાકના બહેન, અ. રહીમ અભુભખર (ગોધરા), અલ્તાફ અ.ગની (ભુજ), અલીમામદ ગફુર (ભુજ)ના સાળી તા. 3-8-2025ના અવસાન પામ્યા છે. ઇશાલ-એ-સવાબ તા. 6-8-2025ના બુધવારે સવારે 10થી 11 બહેનો માટે કુર્આન ખ્વાની તેમજ ભાઇઓ-બહેનો માટે વાયેઝ-જિયારત સવારે 11થી 12 કચ્છી મેમણ જમાતખાના, માંડવી ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ ચાંદરાણીના વાલજીભાઇ ભીમજીભાઇ હુંબલ (આહીર) (ઉ.વ. 78) તે સ્વ. રૂડીબેન ભીમજીભાઇ હુંબલના પુત્રરામીબેનના પતિ, કાનાભાઇ, ભચીબેનના મોટાભાઇ, હરેશ, પરેશ, લક્ષ્મીબેન (ભુજ તાલુકા પંચાયત સદસ્ય), મંજુલાબેનના પિતા, શંભુભાઇ ઝરુ (એપીએમસી ડાયરેક્ટર), હરેશભાઇ ડાંગર, શાંતિબેન, વનિતાબેનના સસરા, રમેશભાઇના મોટાબાપા, વંશિકા, દેવાંશી, યુગ, જયવીર, હર્ષિલ, માધવના દાદા, મહાદેવ, વિશાલ, જીત, નાયરાના નાના તા. 4-8-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન ભટ્ટ વાડી, ગંગેશ્વર રોડ, નવાવાસ-માધાપર ખાતે.

કુકમા (તા. ભુજ) : મૂળ હાજાપરના લક્ષ્મીબેન મઘાભાઇ સીજુ (મહેશ્વરી) (ઉ.વ. 75) તે મઘાભાઇ ભીમાભાઇના પત્ની, દામજીભાઇ, મૂરજીભાઇ, અરજણભાઇ, ગૌરીબેના માતા, કેશા જુમા સમિયાના પુત્રી, મીઠુ નથુ કન્નર, ખીમીબેન, વાલુબેન, લક્ષ્મીબેનના સાસુ, પ્રેમ, જયેશ, ઇન્દુ, ગંગા, જયશ્રી, કાન્તા, મનોજ, નીતા, દીપા, કોમલ, રવિના દાદી તા. 4-8-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 6-8-2025ના સાંજે 5થી 6 આહીર સમાજવાડી, કુકમા ખાતે તથા આગરી તા. 7-8-2025ના ગુરુવારે સાંજે તથા ઘડાઢોળ (પાણી) તા. 8-8-2025ના શુક્રવારે સવારે નિવાસસ્થાને દાતાર કોલોની, કુકમા ખાતે.

અંતરજાળ (તા. ગાંધીધામ) : સુશીલાબેન નારાયણજી રાજગોર (માકાણી) તે બિપિન, અમરદીપ, સ્વ. મનીષા, સ્વ. પ્રતિમા, સ્વ. મનોજના માતા, રૂપાલીબેન, ડિમ્પલબેનના સાસુ, સ્વ. પુરબાઇ મીઠુભાઇ માકાણીના પુત્રવધૂ, સ્વ. ધનબાઇ વેલજીભાઇ મોતાના પુત્રી, હેમલતાબેન લાલજીભાઇના દેરાણી, કલાવંતીબેન દયારામભાઇ વ્યાસ (ગુંદિયાળી)ના બહેન, નીમુબેન કાંતિલાલ મોતા, ભાવનાબેન પ્રવીણભાઇ મોતા, રેખાબેન પોપટલાલ મોતાના નણંદ, હેરી, ક્રિશ, વિધાન, વીર, દિવ્યાંશીના દાદી, દિનેશ, રાજેશ, પરેશ, ક્રિષ્નાના કાકી, સતીશ, ચેતના, હેતલ, સંજય, હિના, નિરાલી, નિશુ, અંજલિ, ટીના, જિજ્ઞા, નંદના ફઇ તા. 3-8-2025ના અવસાન પામ્યા છે. બેસણું (સાદડી) તા. 5-8-2025ના મંગળવારે સાંજે 4.30થી 6 પરશુરામ ધામ સોસાયટી, સર્વે નં. 24/25, પરશુરામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં. માવતર પક્ષની સાદડી સવારે 11.30થી 12.30 રાજગોર સમાજવાડી, મસ્કા (તા. માંડવી) ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : આંઠુ ધીરજલાલ (ઉ.વ. 44) તે સ્વ. શાંતાબેન રમુભાઇના પુત્ર, સ્વ. કાનબાઇ વલુભાઇના પૌત્ર, મનીષાબેનના પતિ, કરણ, ખુશીના પિતા, જગદીશ, મહેશ, હરેશ, સ્વ. કિશોરના ભાઇ, વિમળાબેન, ચંપાબેન, હંસાબેનના જેઠ, હીરબાઇ રામજી (દુજાપર), માનબાઇ દેવજી (નખત્રાણા), સ્વ, મૂરબાઇ પૂંજા (ગઢશીશા), કુંવરબેન પ્રેમજી, દમયંતીબેન ગોવિંદ (ઉખેડા), મણિબેન કરસન (ભુજ), રામીબેન જીવરાજ (સિયોત), કેસરબેન મગનલાલ (આણંદસર), મોહનલાલ ડાયાભાઇ, બાબુલાલ પચાણ, રામજી લખુના ભત્રીજા, સ્વ. નારાણ ફકુ (કોટડા જડોદર), જેન્તીલાલ ફકુ (સુખપર), લીલાબેન રામજી (આણંદસર)ના ભાણેજ, સ્વ. ઉમરાભાઇના જમાઇ, ચંદુભાઈ જેન્તીલાલ (વાડાસર), કાન્તાબેન પ્રવીણ (ભેરૈયા), વનિતાબેન દિનેશ (માનકૂવા)ના બનેવી તા. 3-8-2025ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 6-8-2025ના બુધવારે અને ધાર્મિકવિધિ તા. 7-8-2025ના ગુરુવારે નિવાસસ્થાને બાલકૃષ્ણ નગર, ગઢશીશા ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : માંજોઠી અમીનાબાઈ (ઉ.વ. 60) તે અબ્દુલ  (ફકુ) જુસબના પત્ની, જાકબ અને રઝાકના ભાભી, જાવેદ અને જબ્બારના કાકી, રિઝવાનના મોટીમા, મ. જુસબ ફકીરમામદ (મંજલ રેલડિયા)ના પુત્રી, મ. અબ્દુલ રઝાકના બહેન, ફરીદ અને સિકંદરના ફઈ, મ. હાજી ઈસ્માઇલ હાજી દાદા (ભુજ), ઓસમાણ હસણ (રોહા)ના સાળી, હાજી સતાર અને સદામના માસી, રફીક હારુન (પાલી રાજસ્થાન)ના મામી, આશિફ કરીમ (પાલી રાજસ્થાન), બિલાલ રઝાક (તુંબડી), સોહેબ કાતિયાર (ભુજ), રઝાક સુમરા (ભુજ)ના કાકીસાસુ તા. 3-8-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-8-2025ના બુધવારે સવારે 10થી 11 મેમણ જમાતખાના, ઉગમણા નાકે, ગઢશીશા ખાતે.

ટુંડા (તા. મુંદરા) : કુંભાર હાજરાબાઇ ઉમર (ઉ.વ. 67) તે હુસેન, અલીમામદ, અયુબ (ઉર્ફ હોકા), મજીતના માતા, મજીદ (ભાડઇ), કાસમ (ભદ્રેશ્વર)ના સાસુ તા. 3-8-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-8-2025ના બુધવારે સવારે 10.30થી 11.30 ઇબ્રાહિમશા પીરની દરગાહના કમ્પાઉન્ડમાં, ટુંડા (તા. મુંદરા) ખાતે.

મંગરા (તા.  મુંદરા) : સુલતાનજી ભીમાજી જાડેજા (ઉ.વ. 72) તે સ્વ. મનુભા તથા પ્રેમસંગજીના ભાઈ, સ્વ. હેમુભા કાનજી જાડેજા તથા સાહેબજી કાનજી જાડેજાના કાકાઈ ભાઈ, ઉમેદસિંહના પિતા તા. 2-8-2025ના અવસાન પામ્યા છે. સાદડી જાડેજા ભાયાતની ડેલી, મંગરા ખાતે.

સિંધોડી મોટી (તા. અબડાસા) : કાનજીભાઇ વાલજીભાઇ ગઢવી (અભનિયા) (પીજીવીસીએલ) (ઉ.વ. 56) તે સ્વ. વાલજી કેશવ તેમજ સ્વ. ખીમશ્રીબેનના પુત્ર, વાલબાઇબેનના પતિ, મૂળજીભાઇ ગઢવી, દેવલબેન રામ ભુવાના ભાઇ, અનિલ, શીતલ માણશી કાનાણી (ભાડા), અરૂણાબેન કનૈયા ભુવા (પાંચોટિયા), દક્ષાબેન મોહન જગાણી (મોટા કરોડિયા)ના પિતા, સ્વ. વાલજીભાઇ જીવરાજભાઇ ગઢવી, સ્વ. ગોરબાઇબેન વાલજીભાઇ ગઢવી, સ્વ. લખમણભાઇ જીવરાજભાઇ ગઢવીના ભાણેજ જમાઇ, રાજેશ મંગલ ગઢવી, પરેશ મંગલ ગઢવી, માયાબેન ગઢવી (બાડા)ના કાકાઇ ભાઇ, ગોપાલ ગઢવી (સરપંચ), મહેશ, ગંગાબેન રાજેશ શેડા (ભુજ)ના કાકા, રામભાઇ, ધનરાજભાઇ, કાનજીભાઇ ભુવા (સિંધોડી મોટી), નાગડાભાઇ, ગોપાલભાઇ, રતનભાઇ જગાણી (કરોડિયા મોટા)ના મામાના દીકરા તા. 3-8-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 8-8-2025 સુધી નિવાસસ્થાને.

નલિયા (તા. અબડાસા) : નાઈ હાજિયાણી કરીમાબાઈ હાજી ફકીરમામદ (ઉ.વ. 65) તે હાજી ફકીરમામદના પત્ની, રમજાન, આસિબાઈ, રસીદાના માતા, હાજી જાફરના ભાભી, અશરફના મોટીમા, બારાચ આમદ ઉમરના, અલાના, જુસબ અને અબ્દુલ્લા (નેત્રા)ના બહેન, કાઠી આમદ તથા બારાચ અજીજના સાસુ તા. 4-8-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 6-8-2025ના બુધવારે સવારે 10.30 ક્લાકે હિંગોરજા જમાતવાડી ખાતે.

Panchang

dd