• ગુરુવાર, 07 ઑગસ્ટ, 2025

લોન ટેનિસ સ્પર્ધામાં ભુજ જીમખાના ખેલાડીઓ ઝળક્યા

ભુજ, તા. 6 : સ્પંદન એકેડમી માંડવી ખાતે સ્કૂલ ફેડરેશન ઓફ ઈન્ડિયન અંતર્ગત રમાયેલી લોન ટેનિસ સ્પર્ધામાં ભુજ જીમખાના ખાતે પ્રશિક્ષણ લેતા ખેલાડીઓ અલગ અલગ વય જૂથની સ્પર્ધામાં ફરી એકવાર જીત્યા હતા અને આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ રમાનારી ટૂર્નામેન્ટમાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.અંડર 14 બોયઝમાં કુમૈલ લાહેજી ચેમ્પિયન, તો હાર્દ મહેતા ત્રીજા સ્થાને, અંડર 17 બોયઝમાં હેત વોરા ચેમ્પિયન, અયાઝ મેમણ રનરઅપ અને દિવ્ય કોટક ત્રીજા સ્થાને, અંડર 19 બોયઝમાં અયાન મેમણ ચેમ્પિયન, સમર્થ શાહ રનરઅપ અને પાર્શ્વ પારેખ ત્રીજા સ્થાને, અંડર 19 ગર્લ્સમાં શકીના બોહરા ચેમ્પિયન અને અંડર 17 બોયઝમાં ધ્યેય મોરબિયા ચોથા સ્થાને રહ્યા હતા. જિલ્લામાંથી 1થી 4 નંબર સુધી આવેલા ખેલાડીઓને રાજ્ય કક્ષાએ રમશે. ઉપરાંત ખેલાડીઓ જીમખાનામાં કોચ અખ્તર લાહેજી તથા ઝુબીન ઠક્કર પાસે કોચિંગ મેળવે છે. દરેક ખેલાડીઓને જીમખાના પ્રમુખ બહાદુરસિંહ જાડેજા, ઉ.પ્ર. નવલસિંહ જાડેજા, મંત્રી મહિપતસિંહ રાઠોડ, ટેનિસ મંત્રી કિશન વરૂ તથા ઈન્ડોર મંત્રી રાજુ ભાવસાર તથા જીમખાના ટેનિસના ખેલાડીઓએ બિરદાવ્યા હતા. 

Panchang

dd