ગાંધીધામ, તા. 6 : શહેરની એક ટ્રાન્સપોર્ટ પેઢી
પોથી કન્ટેઈનર-વાહનો ભાડે લઈ બાદમાં તેનું ભાડું ન ચુકવતા રાજકોટના બે ભાઈઓ સામે રૂ.7,58,500ની છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ
હતી. શહેરના સેકટર-8 વિસ્તારમાં
આવેલી સાર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પ્રા.લિમિટેડ નામની કંપની ફોરવર્ડિંગ તથા લોજીસ્ટીકના
ભાગરૂપે આયાત-નિકાસ માટે કન્ટેઈનરો ભાડે આપે છે. કંપનીના સેલ્સ મેનેજર એવા ફરિયાદી
અમિત ઘનશ્યામ મેઘાણી પોતાની ઓફીસે હતા ત્યારે પરાગ એકઝીમ પેઢીના માલીક પરાગ જોબનપુત્રાના
ભાઈ તેજસ જોબનપુત્રાએ ફોન કરી ... સેવા મુંબઈથી ડુંગળીનું કન્સાઈનમેન્ટ મળ્યું હોવાનું
કહી કન્ટેઈનર ભાડે જોઈતી હોવાની વાત કરી હમતી. જેથી ફરીયાદીએ બ્રાઈન મેરીટાઈમ ઈન્ડિયા
પ્રા.લિ.ના રોહન જગ...ને ફોનકરી પાંચ કન્ટેઈનર ભાડે કરી આપ્યા હતા. બાદમાં આરોપીએ ટ્રકની
વ્યવસ્થા કરી આપવા કહીને ફરીયાદીના કહેવા મુજબ રોહને નિરજ એકઝીમ એન્ડ લોજીસ્ટીકના સાગરભાઈ
પાસેથી પાંચ ટ્રકની વ્યવસ્થા કરી હતી. બાદમાં વાહનોમાં કન્ટેઈનર લોડ કરી નાસીક, નાગપુર ખાતે ડુંગળી ભરવા મોકલાવ્યા હતા જે દુબઈ
જવાની હતી. આ ડુંગળીની રકમ તેજસ, પરાગ જોબનપુત્રાએ ચુકવવાની હતી
પરંતુ તેમણે તે રકમ ન ચુકવતાં ડુંગળી માલીકે માલ પાછો ઉતારી લીધો હતો. પરંતુ ટ્રક અને
કન્ટેઈનરનું ભાડું રૂ. 7,58,000 થયું
હતું. જે... આ ફરિયાદી પાસે ઉઘરાણી કરતી હતી પણ પરાગ, તેજસ જોબનપુત્રાએ તે રકમ ન આપતાં અને વાયદા
કર્યા હતા. ગત તા.28/3/2025 થી
6/8/2025 દરમ્યાન બનેલા આ બનાવ અંગે
પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.