ભુજ, તા. 6 : પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય
ડુમરા શાળાના 29 વિદ્યાર્થીએ નવોદય વિદ્યાલય
સમિતિ દ્વારા આયોજિત કલસ્ટર અને રિજિયોનલ રમતગમતમાં ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી
રાષ્ટ્રીયકક્ષાએ પસંદ થયા છે. જવાહર નવોદય શાળાના વિદ્યાર્થીઓએ કબડ્ડી, ખો-ખો, વોલીબોલ,
ચેસ અને એથ્લેટિકસની વિવિધ રમતોમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ
બાદ 29 વિદ્યાર્થી હવે છત્તીસગઢ, હિમાચલપ્રદેશ, ઓડિસા,
ઉત્તરપ્રદેશ અને હરિયાણા ખાતે સ્પર્ધામાં ભાગ લઈને જે.એન.વી. ડુમરા કચ્છનું
પ્રતિનિધિત્વ કરશે. શાળાના પ્રાચાર્ય નારાયણાસિંહ તથા નવોદય પરિવાર ડુમરા તરફથી પસંદગી
પામેલા આ બાળકોને બિરદાવ્યા હતા. બાળકોને માર્ગદર્શન અને તાલીમ વ્યાયામ શિક્ષક યોગિતાબા
ઝાલા અને સુનીલભાઇએ આપ્યા હતા.