ભુજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસેના વિસ્તારો બેન્કર્સ કોલોની, ભાનુશાળી નગર, જ્યુબિલી
ગ્રાઉન્ડની અંદર સહિતના વિસ્તારોમાં ગટર ઊભરાવાની અવારનવાર સમસ્યા સર્જાતી હોવાથી સમસ્યા
નિરાકરણ અર્થે સ્ટેશન રોડથી ભાનુશાળી નગરવાળી ગટરની મુખ્ય લાઈન સફાઈ કામગીરી દરમ્યાન
રાઘવ ફર્નિચરથી રોડ ક્રોસ કરી જ્યુબિલી ગ્રાઉન્ડ તરફ જતા રસ્તા પર ગટર લાઈનમાં ચોકઅપ
થતાં તાત્કાલિક ધોરણે ખોદાણ કરી નવા પાઈપ પાથરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરાઈ
હતી. ખોદાણ દરમ્યાન ચારેક જગ્યાએ રસ્તા નીચે ભુવા પડેલ નજરે પડયા હતા. હાલ જ્યાં મરંમતની કામગીરી કરાય છે, જે ભૂકંપ બાદ વર્ષ 2002-03 દરમ્યાન ગટરલાઈન પાથરાઈ હતી,
જેથી નવી લાઈન પારવાનું અને
મરંમતની કામગીરી યુદ્ધના ધોરણે લાઈન પાથરવામાં આવી હોવાનું સુધરાઈની યાદીમાં
જણાવાયું હતું.