ભુજ : ગાંધીધામવાળા સમા હનીફાબાઇ સુલેમાન (ઉ.વ. 90) તે મ. અબ્દુલકાદર અને નૂરમામદ, કુલસુમ, હસીનાના માતા,
અબ્દુલ રજાક અને નાસીર હુસૈનના સાસુ, સદામ હુસેન,
શોકતઅલી, સુલેમાન, ફરમીના
મોહંમદ હનીફ, ફાતીમાના દાદી, બરકત મોહંમદ
રફીક, અનશ, રૂકસાર, મુમતાજના નાની, અબ્દુલ અને અહેમદના પરદાદી તા. 2-8-2025ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 4-8-2025ના સવારે 9થી 10, જૂની બકાલી કોલોની અલીફ મસ્જિદ ખાતે.
ભુજ : ગં.સ્વ. ડોલરબેન વલ્લભરામ (ઉ.વ. 92) તે કિશોરભાઈ, કિરણભાઈ, રાજુભાઈ,
નયનાબેન, સ્વ. ઉષાબેનના માતા, હરિલાલભાઈ તથા કિશોરભાઈના સાસુ તા.2-8-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 3-8-2025ના રવિવારે સવારે 8 વાગ્યે નિવાસસ્થાન 19-24 ઈ, વૃંદાવન પાર્ક,
આરટીઓ રિલોકેશન સાઇટ પાછળ, ભુજ ખાતેથી નીકળશે.
ગાંધીધામ : મૂળ દેવળિયાના કલાવતીબેન (આશાબેન) હીરાલાલભાઇ રાઠોડ
(ઉ.વ. 71) તે હીરાલાલભાઇ વાલજીભાઇ રાઠોડ
(ઇફકો)ના પત્ની, જયેશભાઇ, રીતેશભાઇ (એડવોકેટ), નિશાબેન (હૈદરાબાદ)ના માતા,
પાયલબેન, રીટાબેન (એડવોકેટ), નરેશકુમાર ટાંક (હૈદરાબાદ)ના સાસુ, ઓમ, કવિતા, આધ્યાના દાદી, હેમાંગીના
નાની, મોરારભાઇ જેરામભાઇ રાઠોડ (કલ્યાણ-મુંબઇ)ના પુત્રી,
સ્વ. રણછોડભાઇ (ભુસાવલ-મહારાષ્ટ્ર),
દેવરામભાઇ (નાસિક)ના નાના ભાઇના પત્ની, લીલાધરભાઇ
(ભારતનગર ગાંધીધામ), વાસુદેવભાઇ (નરોડા-અમદાવાદ), રંભાબેન, માયાબેન, સવિતાબેન,
જયેન્દ્રબાળા (જેન્દુબેન), અનસૂયાબેનના ભાભી તા.
1-8-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 4-8-2025ના સોમવારે સાંજે 5.30થી 6.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, ડી-માર્ટની બાજુમાં ગાંધીધામ મધ્યે.
ગાંધીધામ : મૂળ પરજાઉના શાંતિબેન ઓધવજીભાઇ પ્રધાનજી ગજરા (ઉ.વ.
60) તે જેન્તી તથા વિશાલના માતા
તા. 1-8-2025ના અવસન પામ્યા છે. સાદડી તા.
3-8-2025ના રવિવારે સાંજે 5થી 6 કચ્છી ભાનુશાલી મહાજનવાડી,
ઓધવ ભવન, જનતા કોલોનીની સામે, ભારતનગર મેઇન રોડ, ગાંધીધામ ખાતે.
મુંદરા : મૂળ નીલપર (રાપર)ના દોશી રામુબેન રવિલાલ (ઉ.વ. 85) તે સ્વ. રવિલાલ સોમચંદ દોશીના
પત્ની, ચંદ્રીકાબેન જયસુખભાઇ મહેતા, મધુબેન રસિકભાઇ મહેતા, મંજુબેન ચંદ્રકાંત મહેતાના માતા,
સ્વ. નાગજીભાઇ જાદવજી ખંડોર (ફતેહગઢ)ના પુત્રી, સ્વ. અનુપચંદભાઇ, સ્વ. અમરશીભાઇ, સ્વ. પ્રાગજીભાઇ, સ્વ. પ્રભુલાલભાઇ, કેશવલાલભાઇ, સ્વ. મનસુખભાઇ, દિવાળીબેન (અંધેરી), દિવાળીબેન (મલાડ), સાધ્વી વિવેકશ્રીજીના બહેન,
કાંતિલાલભાઇ, જયસુખભાઇ, નવીનભાઇ,
કીર્તિભાઇ, પ્રકાશભાઇ, કેતનભાઇ,
જશવંતીબેન, દમયંતીબેન, હંસાબેન,
ઉર્મિલાબેન, ચંદ્રીકાબેન, ભારતીબેનના કાકી, રિંકલ, રાજન,
ભવદીપ, ચિરાગ, મૈત્રી,
નિધિ, અમી, કૃતિ,
તન્વી, કેવલ, હિનલ,
નિખાર તથા સમણી ખ્યાતિપ્રજ્ઞાજીના નાની તા. 2-8-2025ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર (પ્રાર્થનાસભા) રાખેલ નથી. સંપર્ક નં. ભોગીલાલભાઇ-98253 50691.
મુંદરા : પુરીબેન વેલજી મારૂ (ઉ.વ. 95) તે દેવજી મુરજીના ભાભી, ખીમજીભાઇ, હરિભાઇના માતા,
મીરાબેન, હીમાબેનના સાસુ, રવજી, વીરમ, હસમુખ, સુનીલના દાદી તા. 2-8-2025ના અવસાન પામ્યા છે. તા. 7-8-2025ના ગુરુવારે પાણી ગુર્જરવાસ
નિવાસસ્થાન, મુંદરા ખાતે.
નખત્રાણા : મૂળ બમરોલીના બુજીબા જુવાનસિંહ ઝાલા (ઉ.વ. 110) તે સ્વ. ગાભુભા તથા સ્વ. નટુભાના
માતા, વિક્રમસિંહ, શૈલેન્દ્રસિંહ,
દેવેન્દ્રસિંહ, દશરથસિંહના દાદી, રાજવીરસિંહ, રૂદ્રરાજસિંહના પરદાદી તા. 2-8-2025ના અવસાન પામ્યા છે. સાદડી
સવારે 8થી 12 અને સાંજે 3થી 5 નિવાસસ્થાન, નવાનગર ખાતે.
માધાપર (તા. ભુજ) : સેડાત અંજુમ તે અહેમદ સેડાતના પુત્રી, સના તથા મહંમદ અર્ષના બહેન તા. 1-8-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 3-8-2025ના રવિવારે સવારે 9થી 10 મસ્જિદ કૌશર, માધાપર બસ સ્ટેન્ડ પાસે તથા પ્રાર્થનાસભા તા. 3-8-2025ના રવિવારે સાંજે 5થી 6 નિવાસસ્થાન, હિલવ્યૂ સોસાયટી, 117-119/4 ખાતે.
માધાપર : સુજયકુમાર સિંઘ (સિંઘ રોડવેઝ) (ઉ.વ. 49) તે સ્વ. વિદ્યાબેન, સ્વ. નવલકિશોર સિંઘના પુત્ર, નિર્મલાબેનના પતિ, રાહુલ, સપનાના
પિતા, ઉદય સિંઘ, અજય સિંઘ, વિજય સિંઘના ભાઇ તા. 2-8-2025ના અવસાન પામ્યા છે. સંપર્ક મો. 94262 17520.
ભેરૈયા (તા. માંડવી) : સુથાર જમનાબેન વીરજી વાઘમાર (ઉ.વ. 77) તે ભેરૈયાના સ્વ. સુથાર વીરજી
દેવરાજના પત્ની, સ્વ. જેન્તીલાલ વીરજી,
કસ્તુરબેન ખેરાજ (સુખપર), કમળાબેન રતીલાલ (બળદિયા),
હંસાબેન પ્રવીણભાઈ (ભુજ)ના માતા, સ્વ. ભગવતીબેન જેન્તીલાલના સાસુ, સ્વ. વિશ્રામભાઇ દેવરાજ (ભુજ)ના નાના
ભાઇના પત્ની, સ્વ. કરસનભાઈ
દેવરાજ (સુખપર), નાનજીભાઇ દેવરાજ (ભેરૈયા), કાન્તિલાલ દેવરાજ (ભેરૈયા),
નરસીંભાઇ દેવરાજ (પુના)ના ભાભી, હેતલબેન ભાવેશકુમાર (રત્નાપર), નિરાલીબેન નીમેષકુમાર (બોઈસર), જાગૃતિબેન મનીષકુમાર (મેરાઉ), હીનાબેન અશ્વિનકુમાર (મોથાળા), શિવમકુમાર જેન્તીભાઇના દાદી, રામજીભાઇ, સુરજીભાઇ,
હરેશભાઇ (રત્નાપર), હેમલતાબેન મનસુખભાઇ (ભુજ)ના
મોટા બહેન તા. 31-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 4-8-2025ના સોમવારે સવારે 9થી 5 પાટીદાર સમાજવાડી, ભેરૈયા ખાતે.
કાદિયા મોટા (તા. નખત્રાણા) : સોલંકી દાનાભાઇ (ઉ.વ. 70) તે હિરુબેન નારણભાઈના પુત્ર, ભચીબેનના પતિ, બાબુભાઈ,
નવીનભાઈના પિતા, ખીમજીભાઈ, નાનજીભાઈ, પરમાબેન (અંગિયા), કાનબાઈ
(ભુજ), મીઠુભાઈ, પચાણભાઈ, વાછુંભાઈના બનેવી, મુકેશ, ચેતન,
વિપુલ, હેતલ, ગૌતમના દાદા
તા. 30-7-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 4-8-2025ના સાંજે સાંત્વની રાખેલ છે.
તા. 5-8-2025ના સવારે 10 વાગ્યે પાણીવારો.
નરા નગર (તા. અબડાસા) : સોઢા ભુરુભા કુંભાજી (ઉ.વ. 40) તે કુંભાજી સામતજીના પુત્ર, રાજમલજી, વીરમજી,
તખુભાના ભત્રીજા, હકુમતાસિંહ, બળવંતાસિંહ, કનુભા, ક્રિપાલાસિંહ,
ભરતાસિંહ, દિલીપાસિંહ, કિશોરાસિંહ,
ઘનશ્યામાસિંહના મોટા ભાઈ, જયપાલાસિંહના પિતા,
ઋષિરાજાસિંહ, વંશરાજાસિંહ, જયદીત્યાસિંહના મોટા બાપુ તા. 1-8-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તથા પાણીઢોળ તા. 12-8-2025ના મંગળવારે સવારે, સાદડી નિવાસસ્થાન, નરા
નગર ખાતે.
નવાનગર (તા. લખપત) : નાનજીમલ સંગ્રામજી રાવલ (ઉ.વ. 92) તે સ્વ. મોહનલાલ (પાકિસ્તાન), સ્વ. હકુબેન (કપુરાશી), પથુજી (નવાનગર), રાણુબેન (નવાનગર)ના ભાઇ, સરૂપાજી, દિલીપભાઇ (ડો. રાજારામ હોસ્પિટલ ખાવડા),
બબરાબેન (પાકિસ્તાન), નારણભાઇ, ભેરાલાલ (નવાનગર), વિજયભાઇ (પીજીવીસીએલ રવાપર),
લેરાબેન (આદિપુર), રમેશભાઇ (મુંદરા)ના પિતા,
જયેશ, ડો. પ્રકાશ (ખાવડા), મુકેશ, વિનોદ, ગણપત, ડો. કમલેશ (વાયબલ હોસ્પિટલ-ભુજ), કપિલ, ગોવિંદ, ડો. મેહુલ, જયદીપ,
ગૌતમ, ગૌરવ, પવનબેન,
દમયંતીબેન (કપુરાશી), પવનબેન (જનાણ), રેખાબેન (નવાનગર), જાનવીના દાદા તા. 29-7-2025ના અવસાન પામ્યા છે. આગરી તા.
7-8-2025ના ગુરુવારે અને બારસ (ઘડાઢોળ)
તા. 8-8-2025ના શુક્રવારે નવાનગર ખાતે.
કૈયારી (તા. લખપત) : સૈયદ હાજિયાણી જેનબમા મામદછા (ઉ.વ. 95) તે હાજી હાસમછા હાજી મામદછાના
માતા તા. 1-8-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 4-8-2025ના સોમવારે સવારે 10 કલાકે નિવાસસ્થાન, કૈયારી ખાતે.