લોડરહિલ, તા. 4 : સેમ
અયુબના 66 રન અને એક વિકેટ તથા સાહિબજાદા
ફરહાનના 74 રનની મદદથી પાકિસ્તાને ત્રીજી
ટી-20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 13 રને હાર આપીને 3 મેચની
શ્રેણી 2-1થી કબજે કરી છે. 190 રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી વેસ્ટ ઇન્ડિઝ ટીમ આક્રમક
શરૂઆત પછી 20 ઓવરમાં 6 વિકેટે 176 રને
હાંફી ગઇ હતી. વેસ્ટ ઇન્ડિઝ તરફથી એલેકે એથનેજે 40 દડામાં
8 ચોગ્ગા-1 છગ્ગાથી
60 રનની ઈનિંગ્સ રમી હતી. રોસ્ટન ચેઝ 1પ રને રિટાયર્ડ આઉટ થયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં
તે રિટાયર્ડ આઉટ થનારો પૂર્ણકાલીન ટીમનો પહેલો ખેલાડી બન્યો હતો. આખરી ઓવરમાં શેરફોન
રૂધરફોર્ડે 3પ દડામાં 4 ચોગ્ગા-3 છગ્ગાથી
પ1 રનની ઈનિંગ્સ રમી હતી, પણ તે વિન્ડિઝને જીત અપાવી શકયો ન હતો. પાક.નો સાહિબજાદા ફરહાન 74 રનની ઈનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.
શ્રેણીમાં કુલ 7 વિકેટ લેનાર પાક. બોલર મોહમ્મદ
નવાઝ પ્લેયર ઓફ સિરીઝ બન્યો હતો. પાકિસ્તાનનો 2-1થી
શ્રેણીવિજય થયો હતો.