• ગુરુવાર, 07 ઑગસ્ટ, 2025

`મોદી ટ્રમ્પનો સામનો નથી કરી શકતા'

નવી દિલ્હી, તા.6 : કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ મૂક્યો હતો કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન મોદીને ધમકાવી રહ્યા છે. મોદી આ ધમકીઓનો સામનો નથી કરી શકતા. અદાણી જૂથ વિરુદ્ધ અમેરિકામાં તપાસ ચાલી રહી હોવાથી વડાપ્રધાન મોદીના હાથ બંધાયેલા છે, તેવા પ્રહારો કોંગ્રેસ સાંસદે આજે કર્યા હતા. મોદીના એ-એ (અદાણી- અંબાણી) સાથે શું સંબંધ છે, તે ઉજાગર થઈ ચૂક્યું છે. આ તપાસથી આર્થિક સંબંધોનો ખુલાસો થવાનો ખતરો છે, તેવો ગંભીર આરોપ રાહુલે મૂક્યો હતો. એક્સ પર પોસ્ટમાં વિપક્ષી નેતાએ નોંધ્યું હતું કે, `ભારત મહેરબાની કરીને સમજે. ટ્રમ્પની વારંવાર ધમકીઓ સામે આપણા પીએમ ટકી કેમ શકતા નથી.' અગાઉ, 31 જુલાઈના પણ રાહુલે ઘાતક પ્રહાર કરતાં કહ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર મરી ચૂક્યું છે અને મોદીએ માર્યું છે. આ પ્રહાર પણ કોંગ્રેસ સાંસદે ટ્રમ્પની `ડેડ ઈકોનોમી' (મૃત અર્થવ્યવસ્થા)વાળી ટિપ્પણીના સંદર્ભ સાથે કર્યા હતા. 

Panchang

dd