• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

રામાણિયામાં આર.પી. એલ. ક્રિકેટ ટૂર્ના. યોજાઇ : કચ્છ ઓટો વિજેતા

મુંદરા, તા. 15 : તાલુકાના રામાણિયા ખાતે ગામના યુવાનો દ્વારા અને ગ્રામ પંચાયતના સહકારથી તાજેતરમાં રામાણિયા પ્રીમિયર લીગ (આર.પી.એલ.) સુપર સિક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ હતી, જેમાં કચ્છ ઓટો ટીમ વિજેતા થઈ હતી. રામાણિયાના સમસ્ત સમાજના ક્રિકેટરો વચ્ચે યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં આઠ ટીમે ભાગ લીધો હતો. લિજ્જત પાપડ કેન્દ્ર ગ્રાઉન્ડ ખાતે રમાયેલી આ સ્પર્ધામાં ટાઈટલ સ્પોન્સર તરીકે માતા ઝવેરબેન ગાંગજી મામણીઆ પરિવારે સહયોગ આપ્યો હતો. વિજેતા ટીમને ગામના સિનિયર સિટીઝન્સ દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ફાઈનલ મુકાબલો કચ્છ ઓટો અને રામાણિયા ઇન્ડિયન વચ્ચે દિલધડક રહ્યો હતોજેમાં કચ્છ ઓટો વિજેતા બની હતી. ગામના સરપંચ બળવંતાસિંહ ચતુરાસિંહ ગોહિલ દ્વારા ફાઈનલ વિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરાઇ હતી. 

Panchang

dd