ચેન્નાઇ, તા.2 : ચેન્નાઇ સુપર કિંગ્સ માટે હોમ
ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમ હંમેશા મજબૂત ગઢ રહ્યું છે. આમ છતાં શુક્રવારે રમાનારી મેચમાં
જીત માટે પંજાબ કિંગ્સ વિરુદ્ધ તમામ મોરચે શાનદાર દેખાવ કરવો પડશે અને ટીમ રણનીતિનો
મેદાન પર અમલ કરવો પડશે. બન્ને ટીમ માટે ખેલાડીઓની ઇજા અને ફિટનેસ મોટી સમસ્યા છે.
જૂના જોગી મહેન્દ્રસિંહ ધોની અને આફ્રિકી ફટકાબાજ ડેવાલ્ડ બ્રેવિસ અનફિટ હોવાથી પહેલી
મેચની બહાર રહ્યા હતા. બીજી તરફ પંજાબ કિંગ્સના કપ્તાન શ્રેયસ અય્યરને પહેલી મેચમાં
જ ઇજા થઇ હતી. આથી તેનું રમવું સંદિગ્ધ છે. સીએસકેના અભિયાનની શરૂઆત નિરાશાજનક રહી
હતી અને રાજસ્થાન રોયલ્સ સામે લગભગ 8 ઓવર પહેલા હાર સહન કરવી પડી હતી. એ મેચમાં તેના બેટર્સ અને બોલર્સ
સારો દેખાવ કરી શકી નથી. બીજી તરફ પંજાબ કિંગ્સે તેના અભિયાનની શરૂઆત ગુજરાત ટાઇટન્સને
હાર આપીને સારી રીતે કરી છે. જો કે આ મેચમાં તેના બેટધરો ક્ષમતા અનુસારનો દેખાવ કરી
શકયા ન હતા.