• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

એકતા ગ્રુપ દ્વારા આયોજિત સ્પર્ધામાં 64 ટીમે ભાગ લીધો

દહીંસરા (તા. ભુજ), તા. 1 : આ ગામે એકતા ગ્રુપ દ્વારા આયોજિત ઓપન ગ્રામ પંચાયત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 64 ટીમે ભાગ લીધો હતો. હરિ સરોવર ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્પર્ધા યોજાઇ હતી. ફાઇનલમાં સુમરાસર જત સ્ટાર ટીમે 12 ઓવરમાં સાત વિકેટે 119 રન કર્યા હતા. રિદ્ધિ ટીમ બિદડા છ રનથી પરાજિત થઇ હતી. મેન ઓફ ધ સિરીઝ તલવાણાના ઇમરાન થેબા, બેસ્ટ બોલર સુમરાસરના સોયબ જત, ફાઇનલમાં મેન ઓફ ધ મેચ અકબર જત, બેસ્ટ બોલર હેમંત પ્રજાપતિ બન્યા હતા. ક્રિકેટ કપના દાતા શાંતિલાલ વેલજી ભંડેરી રામપરવાળા, અન્ય દાતા હરીશ પટેલ, મીત સોલંકીને સન્માનિત કરાયા હતા.આયોજનમાં ફકીરમામદ માંજોઠી, કોમલ બાવાજી, પાર્થ નરેન્દ્ર ચૌહાણ, મોહિત સોની, હરીશ મહેશ્વરી, અમ્પાયર તરીકે પ્રવીણ ગઢવી, સાઇહલ ખાન, રાજુ રબારી, કિશોર હીરાણી, ગોવિંદ મહેશ્વરી, જયદીપસિંહ (લાલો) જાડેજાએ સેવા આપી હતી. ફાઇનલ મેચમાં તા.પં. સભ્ય રમેશદાન ગઢવી, ઉપસરપંચ વિરમ કારા, તલાટી ભરત દેસાઇ, ચુનડીના સરપંચ સહદેવસિંહ જાડેજા, જાદવા રામજી પટેલ ...., હાજી અભુભખર, ભરત સોલંકી, અલીમામદ જુણેજા તેમજ આસપાસના ગામોના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd