ચેન્નાઇ તા. 15 : અમેરિકી ટીમે ગ્રુપ એની પોતાની આખરી મેચમાં નામીબિયા સામે
31 રને પ્રોત્સાહક જીત મેળવી ટી-20 વર્લ્ડ કપ-2026માંથી વિદાય લીધી છે. અમેરિકાની
ચાર મેચમાં બે જીત અને બે હારથી ચાર પોઇન્ટ છે. તે ટૂર્નામેન્ટમાંથી લગભગ બહાર છે.
અમેરિકાના ચાર વિકેટે 199 રનના જવાબમાં
નામીબિયાના 20 ઓવરમાં છ વિકેટે 168 રન થયા હતા. પ્લેયર ઓફ ધ મેચ
સંજય કૃષ્ણમૂર્તિએ 33 દડામાં 68 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.
અમેરિકા તરફથી કપ્તાન મોનાંક પટેલે અર્ધસદી કરીને 30 દડામાં ત્રણ ચોગ્ગા, ત્રણ છગ્ગાથી બાવન રન કર્યા હતા. સંજય કૃષ્ણમૂર્તિ 33 દડામાં ચાર ચોગ્ગા, છ છગ્ગાથી 68 રને નોટઆઉટ રહ્યો હતો. શયન
જહાંગીરે 22 અને મિલિંદકુમારે 28 રન કર્યા હતા. નામીબિયા તરફથી
વિલિયમ માયબર્ગ અને જેરાર્ડ ઇરાસમસને બે-બે વિકેટ મળી હતી. 200 રનના વિજય લક્ષ્ય સામે નામીબિયા
ટીમ 20 ઓવરમાં છ વિકેટે 168 રન સુધી પહોંચી શકી હતી, જેમાં લોરી સ્ટીનકેંપના પ8, નિકોલના 28, જેજે સ્મિટના 31 રન મુખ્ય હતા. યૂએસએ તરફથી શેડલી શાલ્કવિકની બે વિકેટ હતી.