• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

ગુજરાતમાં 29થી 31 ઓગસ્ટના રાષ્ટ્રીય ખેલ દિવસ ઊજવાશે

અમદાવાદ, તા. 27 (અમારા પ્રતિનિધિ તરફથી) : ભારતના ખેલકૂદ જગતના દિગ્ગજ મેજર ધ્યાનચંદે ભારતીય રમતગમતમાં આપેલા યોગદાનને સન્માનિત કરવા માટે દર વર્ષે 29 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતમાં  નેશનલ સ્પોર્ટ્સ ડે  એટલે કે રાષ્ટ્રીય રમત- ગમત દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે, નેશનલ સ્પોર્ટ્સ ડે 2025 નિમિત્તે કેન્દ્ર સરકારે 29 થી 31 ઓગસ્ટ સુધી ત્રણ દિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી જાહેર કરી છે. એક ઘંટા ખેલ કે મૈદાન મેં  (એક કલાક રમત-ગમતના મેદાનમાં) અને  હર ગલી હર મૈદાન  ખેલે સારા હિંદુસ્તાન (દરેક ગલી દરેક મેદાન, રમે આખું હિંદુસ્તાન) જેવા નારા સાથે આ વર્ષે સમગ્ર રાષ્ટ્ર ખેલકૂદ, ઉત્સાહ અને એકતાનો આ 3 દિવસીય રાષ્ટ્રવ્યાપી ઉત્સવ ઉજવશે અને મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપશે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને, ગુજરાતમાં પણ 29 થી 31 ઓગસ્ટ, 2025 સુધી ત્રણ દિવસ માટે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવશે. આ ત્રણ દિવસની ઉજવણી માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવશે. આ માટે, કલેક્ટર કચેરી, કમિશનર કચેરી અને પોલીસ મહાનિર્દેશકની કચેરી દ્વારા તમામ જિલ્લાઓને સક્રિય કરવામાં આવશે. દરેક જિલ્લામાં ઓછામાં ઓછો એક મોટો રમત-ગમતનો કાર્યક્રમ અને તાલુકા સ્તરે અન્ય કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે.  29મીએ ખેલ મહાકુંભ 2025 માટે તમામ જિલ્લાઓમાં રજિસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવશે.  

Panchang

dd