એક સમય હતો કે,જ્યારે સંસદના સત્રની કાર્યવાહી પર સાંસદો અને નાગરિકો ભારે ઉત્સુક્તા સાથે
મીટ માંડતા હતા. ભારતીય હોય કે અન્ય કોઈ પણ
લોકશાહી હોય, સંસદની ગરીમા અને મહત્ત્વ ધરાવતા હોય છે,
પણ કમનસીબે ભારતીય લોકશાહીના ચલણમાં સંસદનું મહત્ત્વ સતત ધોવાતું રહ્યંy છે. આ દુર્ભાગ્યપૂર્ણ સંજોગો માટે માત્ર
ને માત્ર સાંસદોના નિરંકુશ આચરણને જ જવાબદાર ઠેરવી શકાય તેમ છે. આ વખતે ચોમાસુ સત્રના
આરંભે ધમાલની જાગેલી આશંકા વધુ એક વખત ખરી ઠરી છે અને કામકાજ સતત ખોરવાયેલું રહ્યં હતું.આખા ચોમાસુ સત્ર દરમ્યાન સંસદના દરેક
ગૃહમાં કાર્યવાહી માટે 120 કલાકની ઉપલબ્ધી
હોવા છતાં લોકસભામાં માત્ર 31 ટકા અને રાજ્યસભામાં
39 ટકા સમયનો ઉપયોગ થઈ શક્યો હતો.
લોકસભાએ 37 કલાક અને રાજ્યસભાએ 41 કલાક અને 1પ મિનિટની કામગીરી કરી અને તે દરમ્યાન 1પ ખરડા પસાર થયા અને ત્રણ ખરડાને સંયુક્ત
સંસદીય સમિતિ પાસે મોકલી અપાયા હતા. ઉલ્લેખનીય
છે કે, છેલ્લા લાંબા સમયથી સંસદના સત્ર દરમ્યાન ભારે ધાંધલ-ધમાલ થતી
હોય છે અને ભાગ્યે જ કોઈ કાર્યવાહી હાથ ધરી શકાતી હોય છે. આ વખતે પણ ચોમાસુ સત્ર અગાઉ
પણ આવી આશંકા હતી. આ આશંકા કમનસીબે સાચી ઠરી છે. જો કે, સત્રના
આરંભે એવી અટકળો હતી કે, ઓપરેશન સિંદૂરના મુદ્દે ચર્ચાની માંગને
આગળ ધરીને વિપક્ષ ધમાલ કરવા ટાંપીને બેઠો છે, પણ સરકારે આ મામલે
બંને ગૃહમાં વિપક્ષની માંગને અનુરૂપ ખાસ ચર્ચા હાથ ધરીને તેમને પૂરો સંતોષ આપવાનો પ્રયાસ
કર્યો હતો. જો કે, બિહારમાં
મતદારયાદીમાં ખાસ સમીક્ષાનો મુદ્દો વિપક્ષને હાથ લાગી ગયો હતો. બંને ગૃહની કાર્યવાહી
વિરોધપક્ષના નેતાઓ અને સભ્યોએ સતત ખોરવી હતી.
સત્તાધારી પક્ષની દલીલ હતી કે, આ મુદ્દો સર્વોચ્ચ અદાલત
પાસે ચાલી રહ્યોઁ હોવાને લીધે તેના પર ગૃહમાં ચર્ચા થઈ શકે નહીં. પરિણામે સંસદીય કાર્યવાહીને
રોકવાની કોઈ પણ તક જતી ન કરતા વિપક્ષે આ મુદ્દાને આગળ ધરીને રાબેતા મુજબ રીતે ધમાલ
કરી હતી. હાલત એવી થઈ હતી કે, સંસદમાં પ્રશ્નકાલ અને શૂન્યકાળની
કામગીરી પણ અંતરાયમાં અટવાઈ હતી. સાથોસાથ બિનસરકારી કામકાજ પણ હાથ ધરી શકાયું ન હતું.
પરિણામે ચોમાસુ સત્ર દરમ્યાન સરકાર અને લોકોને લગતા સંખ્યાબંધ મુદ્દા પર ચર્ચા કે કઈ
જવાબની કામગીરી હાથ ધરી શકાઈ નહીં. એમાં કોઈ શંકા હોઈ શકે નહીં કે, સંસદની કાર્યવાહી સમીસૂતરી ચાલે તેની જવાબદારી વિપક્ષ અને સત્તાધરી પક્ષ બંનેની
હોય છે. સ્વાભાવિક છે કે, વિરોધપક્ષ કોઈ પણ મુદ્દે તેમનો વિરોધ અને મત વ્યક્ત કરવાનો અધિકાર ધરાવે છે. સામે સત્તાધારી પક્ષ અને સરકારે વિપક્ષી વાંધા અને
મતને ધ્યાને લઈને તેનું નિરાકરણ કરવા પર ધ્યાન આપવું જોઈએ. આ આદર્શ કાર્યવ્યવસ્થામાં
વિપક્ષી જીદ અને દુરાગ્રહ નડતરરૂપ બનતા આવ્યા છે.
સંસદીય નિયમો અને ગરીમાને વિસરીને માત્રને માત્ર સનસનાટીભરી લોકપ્રિયતા માટે
ધમાલનો માર્ગ લેતા વિપક્ષી સભ્યોએ આવી માનસિકતાને છોડે એ લોકશાહીના હિતમાં રહેશે.