માંડવી, તા. 27 : માંડવી લોહાણા યુવક મંડળ દ્વારા માંડવીમાં રઘુવંશી સમાજ માટે સૌ પ્રથમ વખત
ઓક્શન સાથે બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. 78 ક્રિકેટર માટે હરાજી યોજાઇ હતી, જેમાં 10 ટીમ માલિકે પસંદ કરી હતી. સંચાલન મંડળના મંત્રી
બ્રિજેશ રાયચંદા તથા પ્રમુખ સ્મિત ઠક્કરે કર્યું હતું. ઓનર તરીકે સંજય ઠક્કર, નિહિત ભીંડે, મિલન ગંધા, જિજ્ઞેશ સોમૈયા, ચંદ્રેશ
ગણાત્રા, વીર રોબિન ઠક્કર, શિવમ મેડિસિન્સ,
ઠા. કાનજી વિશરામ, જલારામ રઘુવંશી મિત્ર મંડળ અને
સંદીપભાઈ ગણાત્રાએ ભાગ લીધો હતો. દરિયાલાલ
કપ પ્રિમિયર લીગમાં 10 ટીમ
વચ્ચે ટક્કર થઇ હતી. મહિલા અને અન્ડર-14ની મેચો પણ ર6 અને
27 જુલાઈના રમાડવામાં આવી હતી. ઓપનમાં રાધેકૃષ્ણ
વોરિયર્સ ટીમ વિજેતા,
કલ્પેશ ઠક્કરની શિવમ મેડિસિન્સ ટીમ રનર્સ અપ, મેન
ઓફ ધ સિરીઝ અંકિત રૂપારેલ બેસ્ટ બેટ્સમેન હાર્દિક અલૈયા, બેસ્ટ
બોલર હર્ષ કતીરા, જ્યારે વિમેન્સમાં ગોલ્ડન સ્ટ્રાઈકર્સ વિજેતા
અને ડિવાઇન ગ્રુપ રનર્સ અપ, અન્ડર-14માં ઈસરો ઇન્વીન્સીબલ્સ વિજેતા અને રનર્સ અપ
રોકેટ અપાયો હતો. વિનર્સને ચેક અને ટ્રોફી, રનર્સ અપને ચેક અને ટ્રોફી,
જેમાં ટ્રોફી દાતા શૈલેષ મડિયાર તરફથી આપવામાં અપાઇ હતી. મહાજનના પ્રમુખ
શૈલેષ મડિયાર, ઉપપ્રમુખ દિલીપ ઠક્કર, મંત્રી
પ્રવીણ પોપટ, મામલતદાર વિનોદ ગોકલાણી, લોહાણા
કન્યા છાત્રાલયના પ્રમુખ દક્ષાબેન સચદે, ભારત વિકાસ પરિષદ મહિલા
પાંખના પ્રમુખ સુજાતાબેન ભાયાણી, લોહાણા યુવક મંડળના ઉપપ્રમુખ
જિગર તન્ના અને ખજાનચી જિજ્ઞેશ ગણાત્રા મંચસ્થ હતા. આ સંચાલન પ્રોજેક્ટ ચેરમેન નિશાંત
કતીરા તથા ચિરાગ સોમૈયાએ અને આભારવિધિ સ્મિત ઠક્કરે કરી હતી. યુવક મંડળના સહમંત્રી
રોહન દૈયા અને કારોબારી સભ્યો અંકુર ઠક્કર, પાર્થ રાયચુરા,
હેમેન ઠક્કર, સંજય તન્ના, આકાશ પોપટ, ધૈર્ય કાનાણી, અનિશ
જોબનપુત્રા, હાર્દિક અલૈયા, વીરેન્દ્ર ઠક્કરે
જહેમત ઉઠાવી હતી તથા લોહાણા મહાજન, મહિલા મંડળના સર્વે સભ્યો
અને યુવક મંડળના જિગર આથા, ડો. ચિંતન સચદે, હાર્દિક મૂળિયા, રોહન મડિયાર વગેરે હાજર રહ્યા હતા.