• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

આજથી દુલિપ ટ્રોફીનો પ્રારંભ

બેંગ્લુરુ, તા. 27 : યુવા અને મહત્ત્વાકાંક્ષી ખેલાડીઓ ગુરુવારથી શરૂ થતી દુલિપ ટ્રોફીમાં પોતાનો દબદબો બનાવવાની કોશિશ કરશે. આ ટ્રોફીની પરંપરાગત રીતે ક્ષેત્રીય રૂપમાં વાપસી થઇ છે. આ સાથે જ ભારતના ઘરેલુ સીઝન-202પ-26ની શરૂઆત થશે. 1960થી શરૂ થયેલ દુલિપ ટ્રોફીમાં દેશની 6 ઝોન ટીમ હિસ્સો લે છે. ગત સીઝનમાં તે એ, બી, સી અને ડી ટીમના રૂપમાં રમાઇ હતી. ઇંગ્લેન્ડ પ્રવાસમાં સામેલ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર વેસ્ટ ઝોન ટીમનો કેપ્ટન છે. જેમાં શ્રેયસ અય્યર, સરફરાઝ ખાન અને યશસ્વી જયસ્વાલ સામેલ છે. સાઉથ ઝોન ટીમનું સુકાન તિલક વર્મા સંભાળી રહ્યો છે. જેમા સાઇ સુદર્શન જેવા ડોમેસ્ટિક ક્રિકેટના સારા ખેલાડી સામેલ છે. કેએલ રાહુલ અને સાઇ સુદર્શન રમી રહ્યા નથી. દેવદત્ત પડીક્કલ સારો દેખાવ કરી વાપસીની કોશિશ કરશે. ઇસ્ટ ઝોનનો કેપ્ટન અભિમન્યુ ઇશ્વર છે. ઇશાન કિશન ઇજાને લીધે ટૂર્નામેન્ટની બહાર થઇ ગયો છે. ઇશ્વરનની નજર દુલિપ ટ્રોફીમાં ઉમદા દેખાવ કરીને ટીમ ઇન્ડિયાનો પદાપર્ણનો ઇંતઝાર ખતમ કરવા પર છે. મોહમ્મદ શમીના દેખાવ પર પસંદગીકારોની નજર રહેશે. તેણે ફોર્મ સાથે ફિટનેસ સાબિત કરવી પડશે.  નોર્થ ઝોનનો કપ્તાન શુભમન ગિલ જાહેર થયો હતો. તે હવે દુલિપ ટ્રોફી રમવાનો નથી. આથી અંકિત કુમાર કપ્તાની સંભાળશે. એશિયા કપ ટીમમાં સામેલ અર્શદીપ સિંઘ, હર્ષિત રાણા નોર્થ ઝોન ટીમમાં સામેલ છે.  તેઓ શરૂઆતના મેચમાં જ સામેલ થશે અને પછી યૂએઇ પહોંચી ટીમ સાથે જોડાશે. અંશુલ કમ્બોજ માટે પણ દુલિપ ટ્રોફી વાપસીનો રસ્તો બની શકે છે. દુલિપ ટ્રોફીની બે કવાર્ટર ફાઇનલ મેચ ગુરુવારથી શરૂ થશે. નોર્થ ઝોન સામે ઇસ્ટ ઝોન હશે. જ્યારે સેન્ટ્રલ ઝોનની ટકકર નોર્થ/ઇસ્ટ ઝોન સામે થશે. તમામ મેચ બેંગ્લુરુમાં રમાશે. સાઉથ અને વેસ્ટ ઝોનને સીધો જ સેમિ ફાઇનલ પ્રવેશ મળ્યો છે. જે 1થી 4 સપ્ટેમ્બર  દરમિયાન રમાશે. ફાઇનલ મુકાબલો 11થી 1પ સપ્ટેમ્બરે રમાશે. તમામ મેચનું આયોજન બેંગ્લુરુમાં થયું છે. 

Panchang

dd