ગાંધીધામ, તા. 27 : અંજાર તાલુકાના મેઘપર બોરીચીની
એક સોસાયટીમાં એ.સી. રિપેર કરવા આવેલા શખ્સે મહિલાની એકલતાનો લાભ લઇ છેડતી કરતાં તેના
સામે ગુનો દાખલ થયો છે. મેઘપર બોરીચીની એક સોસાયટીમાં ગઇકાલે બપોરે આ બનાવ બન્યો હતો.
એક ઘરનું એ.સી. બગડી જતાં તેની મરંમત માટે સંજય સથવારા નામના શખ્સને બોલાવાયો હતો.
આ શખ્સ બપોરના અરસામાં ઘરે આવ્યો, ત્યારે
મહિલા એકલાં હોવાથી આ શખ્સે મહિલાને પલંગ પર ધક્કો મારી પાડી દઇ તેમની છેડતી કરી જાતીય
સતામણી કરી હતી. બનાવ અંગે પોલીસે આ શખ્સ સામે ગુનો દર્જ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
છે.