ગાંધીધામ, તા. 27 : પૂર્વ કચ્છમાં પોલીસે જુગાર
અંગેની બે કાર્યવાહી કરી 11 મહિલા સહિત
15 ખેલીની ધરપકડ કરી હતી. પકડાયેલા
શખ્સો પાસેથી રોકડ રૂા. 9090 જપ્ત કરાયા
હતા. ભચાઉના અંબિકા નગરની શેરીમાં આજે સાંજે પોલીસે છાપો મારી અહીં પત્તા ટીંચતા આરતીબેન
જિતેન્દ્ર દરજી, ત્રિવેણીબેન જયંતીગિરિ
ગોસ્વામી, હર્ષાબેન જિતેન્દ્ર દરજી, પાર્વતીબેન
કાંતિલાલ દરજી, જાન્વીબેન જિગરગિરિ ગોસ્વામી, કાંતાબેન સુરેશ દરજી, મધુબેન ઉમેદ ઠક્કર, પાર્વતીબેન ગોરધન દરજી, મંજુબેન પરસોત્તમ દરજી,
મણિબેન શામજી દરજી તથા પાર્વતીબેન પરબત પ્રજાપતિને પકડી પાડી રોકડ રૂા.
6000 જપ્ત કર્યા હતા. બીજી કાર્યવાહી
ગાંધીધામ બેન્કિંગ સર્કલ નજીક કોટક મહિન્દ્રા બેંક પાસે કરવામાં આવી આવી હતી. અહીંથી
પ્રહલાદ વના પ્રજાપતિ, દિનેશ પૂનમ
ચૌહાણ, હરવીણસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ તથા કિશોર ગુણવંત ઠક્કરને
પકડી પાડી રોકડા રૂા. 3090 જપ્ત કરાયા
હતા. - ઝરપરામાં
પત્તા ટીંચતા સાત જુગારી ઝડપાયા : ભુજ,
તા. 27 : મુંદરા તાલુકાના
ઝરપરામાં રાતે મકાન બહાર ગંજીપાના વડે જુગાર રમતા સાત ખેલીને પોલીસે ઝડપીને કાર્યવાહી
કરી હતી. મુંદરા તાલુકાના ઝરપરા ગામે હાજાપરવાસમાં રહેણાંક મકાનની બહાર ખુલ્લામાં તા.
27/8ના અડધી રાતે ગંજીપાના વડે
જુગાર રમતા સુંડાજી રામાજી ઠાકોર, દિલીપ
બાબુજી ઠાકોર, ભરત મણાભાઇ ઠાકોર, પ્રતાપભાઇ
રાયસંગભાઇ ઠાકોર, હરિ ખીમરાજ શાખરા (રહે. તમામ ઝરપરા) અને અશ્વિનસિંહ
રાજસંગ વાઘેલા (બારોઇ તથા રજનીભાઇ શાંતિલાલભાઇ દોશી (મુંદરા)ને રોકડા રૂા. 10,640ના મુદ્દામાલ સાથે મુંદરા પોલીસે
ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.