• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

વધારાના ટેરિફ પછી યુએસના સૂર બદલ્યા

નવી દિલ્હી, તા. 27 : અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલો 50 ટકા ટેરિફ બુધવારથી અમલી બન્યાના થોડા કલાકો બાદ જ અમેરિકાનો સૂર બદલાયો હોય તેમ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગી અને યુએસના નાણામંત્રી સ્કોટ બેસન્ટે  એક મુલાકાતમાં અમેરિકા અને ભારત આખરે એક સાથે આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. એક મીડિયા હેવાલ મુજબ, બેસન્ટે દલીલ કરતાં કહ્યું હતું કેઆ ઊંચા ટેરિફ દરો ફક્ત ભારત દ્વારા રશિયન તેલની ખરીદીને કારણે નથી, પરંતુ વેપાર સોદા માટેની વાટાઘાટો કેટલો સમય ચાલી રહી છે તેના પર પણ આધાર રાખે છે. વધુમાં જણાવ્યું હતું કે, એવું વિચાર્યું હતું કે, મે અથવા જૂનમાં બંને દેશ વચ્ચે સોદો થશે. બેસન્ટે એમ પણ કહ્યું હતું કે, ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. અમેરિકા વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે. મને લાગે છે કે આખરે બંને એક સાથે આવશે. યુક્રેન સાથે યુદ્ધ હોવા છતાં, અન્ય  દેશો પણ રશિયા પાસેથી તેલ ખરીદે છે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, તે ખૂબ જ જટિલ સંબંધ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે. આ અઠવાડિયે એક અમારું એક પ્રતિનિધિમંડળ છઠ્ઠી વખતની વાટાઘાટો માટે નવી દિલ્હીની મુલાકાત લેવાની યોજના રદ કરી.  બીજી તરફ સરકારી સૂત્રોએ કહ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ વિવાદ પર વાતચીતના રસ્તા ખુલ્લા છે અને તેને ઉકેલવાના પ્રયાસો ચાલુ રહેશે. 

Panchang

dd