• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

યુએસ ઓપન : સિનરની આગેકૂચ

ન્યૂયોર્ક, તા. 27 : વર્ષની આખરી ગ્રાંડસ્લેમ ટેનિસ ચેમ્પિયનશિપના આજે ત્રીજા દિવસે વર્લ્ડ નંબર વન યાનિક સિનર, વિમ્બલ્ડન ચેમ્પિયન ઇગા સ્વિયાતેક અને કોકો ગોફ જેવા સિતારા ખેલાડીઓએ પહેલા રાઉન્ડની જીત સાથે આગળ  વધ્યા છે. વર્લ્ડ નંબર વન  ઇટાલીના યાનિક સિનરે પહેલા રાઉન્ડમાં ઝેક ગણરાજ્યના ખેલાડી વિટ કોપ્રિવાને 6-1, 6-1 અને 6-2થી હાર આપી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. 24 વર્ષીય આ ઇટાલિયન ખેલાડી આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન અને વિમ્બલ્ડન ખિતાબ જીતી ચૂક્યો છે. તેની નજર હવે વર્ષના ત્રીજા ગ્રાંડસ્લેમ ટાઇટલ પર છે. જો તે યુએસ ઓપનમાં ચેમ્પિયન થશે તો વર્ષ 2008 પછીથી ખિતાબની રક્ષા કરનારો રોઝર ફેડરર પછીનો પહેલો ખેલાડી બની શકે છે. મેન્સ સિંગલ્સની અન્ય એક મેચમાં ત્રીજા ક્રમના જર્મન ખેલાડી એલેકઝાંડર ઝેવરેવનો અને 14 નંબરના અમેરિકી ખેલાડી ટોમી પોલ જીત સાથે બીજા રાઉન્ડમાં પહોંચ્યા હતા. મહિલા વર્ગમાં વર્લ્ડ નંબર બે પોલેન્ડની ઇગા સ્વાતેકનો પહેલા રાઉન્ડમાં કોલંબિયાની બિનક્રમાંકિત ખેલાડી  એમિલિયાના અરૈંગો વિરુદ્ધ 60 મિનિટમાં 6-1 અને 6-2થી સરળ વિજય થયો હતો.  જ્યારે લોકલ ખેલાડી અને 2023ની યુએસ ઓપન ચેમ્પિયન ત્રીજા ક્રમની કોકો ગોફનો ઓસ્ટ્રેલિયાની અજોલા ટોમલજાનોવિચ વિરુદ્ધ 6-4, 6-7 અને 7-પથી વિજય થયો હતો અને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. કોકો ગોફે 10 વખત ડબલ ફોલ્ટ અને છ વખત પોતાની સર્વિસ ગુમાવી હતી. આમ છતાં અંતમાં જીત હાંસલ કરવામાં સફળ રહી હતી. પૂર્વ નંબર વન જાપાનની નાઓમી ઓસાકા પણ બીજા રાઉન્ડમાં પહોંચી છે. 

Panchang

dd