• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

ઓસમ ડુંગરમાંથી ગૂગળના છોડની નવી જાતિ શોધાઇ

ભુજ, તા. 27 : વનસ્પતિ સંશોધનમાં એક મહત્ત્વપૂર્ણ યોગદાનરૂપે, કોમીફોરા શંકરસીહીંયનાં નામની ગૂગળની નવી જાતિ-પ્રથમ વખત રાજકોટ જિલ્લાના ઓસામ ડુંગરમાંથી શોધવામાં આવી છે. આ રસપ્રદ શોધ લાલન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીની જે હાલ કચ્છની સહજીવન ટ્રસ્ટ ખાતે  પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવે છે અને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરતી ખ્યાતિ દિનેશભાઈ ઠક્કર અને તેમના શૈક્ષણિક માર્ગદર્શકો ડો. પંકજ જોષી, આર. આર. લાલન કોલેજ, ભુજના પ્રોફેસર ડો. એકતા જોષી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. કિશોર એસ. રાજપૂત અને અજિત વસવા દ્વારા સાથે મળીને કરાઈ છે. સંશોધન પત્ર ધી ઈન્ડિયન એસોસિએશન ફોર એન્જિઓસ્પરમી ટેક્સોનોમીમાં ગત માર્ચ 2025માં પ્રકાશિત થયેલું છે. ડો. પંકજ જોષી અને ખ્યાતિને આ છોડ સૌપ્રથમ 2021માં સહજીવનની ઓસમ ડુંગર અને તેની આસપાસના પશુપાલક સમુદાયો માટે ચરિયાણ સંસાધનોનું માપિંગ કરવાની પહેલના ભાગરૂપે હાથ ધરવામાં આવેલા ફિલ્ડ સર્વે દરમિયાન જોવા મળ્યો હતો. વ્યાપક ફિલ્ડ વિઝિટ અને ઝીણવટભરી વિશ્લેષણ બાદ આખરે જાન્યુઆરી 2025માં પુષ્ટિ થઈ કે, આ પ્રજાતિ અગાઉ નોંધાયેલી ન હતી, જે વૈશ્વિક સ્તરે પ્રથમવાર શોધાઈ છે. ભારતમાં અત્યાર સુધીમાં ગૂગળની પાંચ અલગ-અલગ જાત નોંધાઈ છે. આ નવી શોધાયેલી જાતનું નામ કોમીફોરા શંકરસીહીંયના છે, જે ભારતમાં ગૂગળની છઠ્ઠી જાત છે. અન્ય પાંચ જાતિથી તેના મોટાં વૃક્ષ સ્વરૂપ, સાદા પર્ણ, જેમાં નર અને માદા વૃક્ષો અલગ અને આકર્ષક પીળી છાલ સાથે અલગ તરી આવે છે.  ગૂગળ સ્થાનિક પરંપરાઓ અને પ્રથાઓમાં નોંધપાત્ર મૂલ્ય ધરાવે છે. તેની રાળ માટે જાણીતું છે, જેનો પરંપરાગત રીતે ધૂપ અને દવાઓમાં  ઉપયોગ  થાય છે. હાલ સુધીમાં  ઓસમ  ડુંગરમાં ફક્ત 50 વૃક્ષ ઓળખી શકાયાં છે. 

Panchang

dd