• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

ટેરિફનો જવાબ આપવા તખતો તૈયાર

નવી દિલ્હી, તા. 27 : રશિયા પાસેથી તેલ ખરીદી બદલ 25 ટકા વધારાનો ટેરિફ ઝીંકનાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબ આપવાનો તખતો ભારતે ઘડયો છે. ભારતે અમેરિકા સિવાય અન્ય 40 દેશ સાથે વ્યાપારનો સેતુ રચવાની યોજના તૈયાર કરી છે. ટ્રમ્પના ટેરિફની સૌથી વધુ અસર કપડાં ઉદ્યોગ પર પડવાની છે, ત્યારે આ ઉદ્યોગને બચાવી, કપડાંની નિકાસને વેગ આપવા માટે કેન્દ્રની મોદી સરકારે 40 દેશ સાથે સંપર્ક કરવાની યોજના ઘડી છે. આ 40 દેશ કુલ 590 અબજ ડોલરનાં કપડાંની વિશ્વભરમાંથી આયાત કરે છે, જેમાં ભારતની હિસ્સેદારી અત્યારે પાંચથી છ ટકા જેટલી છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના એક અધિકારીએ નામ નહીં આપવાના અનુરોધ સાથે જણાવ્યું હતું કે, ટેરિફથી પ્રભાવિત નિકાસકારોને નાણાકીય મદદ મળશે. આવા `ટેરિફગ્રસ્ત' નિકાસકારોને ચીન, લેટિનઅમેરિકા અને મધ્ય-પૂર્વના દેશોની બજારોમાં પોતાના સામાનની નિકાસ કરવા પ્રોત્સાહિત કરાશે. અમેરિકા ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. ભારત પોતાની કુલ નિકાસના 20 ટકા અમેરિકાને કરે છે, ત્યારે ટેરિફ વધારાની અસરથી ભારતના વિકાસની ગતિ મંદ પડવાની સંભાવના છે. ભારતીય નિકાસ સંગઠનોના મહાસંઘના અધ્યક્ષ એસ.સી. રલ્હને કહ્યું હતું કે, ટેરિફથી પ્રભાવિત નિકાસકારોને એક વર્ષ માટે લોન ચૂકવવામાંથી સરકારે રાહત આપવી જોઇએ. 

Panchang

dd