• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

વરસામેડીની જમીન વેચનારા આરોપીઓની ધરપકડ

ગાંધીધામ, તા. 27 : અંજારના વરસામેડીમાં કિંમતી જમીન પચાવી પાડવાનાં પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીને પકડી પાડયા હતા. વરસામેડીની જમીન પચાવી પાડવાનાં પ્રકરણ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો. દેવેન્દ્રસિંહ ઝાલાએ આ બનાવ અંગે ફરિયાદ કરી હતી, જેમાં પોલીસે તપાસ હાથ ધરીને કાવતરું રચનાર મુખ્ય આરોપી દીનમામદ કાસમ રાયમા, જમીન ખરીદનાર પચાણ સુરા રબારી, ખોટા દસ્તાવેજોમાં સાક્ષી તરીકે સહી કરનાર સુલ્તાન અભુભકર ખલીફાની અટક કરી હતી. આ પ્રકરણમાં શામજી શિવજી ચાચણીનું નામ ધારણ કરનાર, પોતાના નામનું ખોટું પાવરનામું બનાવી જમીન વેચાણ કરનાર મહેશ શંકરચંદ્રા (રહે. મુંબઇ) ખોટા દસ્તાવેજોમાં સાક્ષી તરીકે સહીઓ કરનાર અજીદ સૈયદ તથા રાજુ અમરશી બારોટને પકડી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે. દીનમામદ સામે અગાઉ મુંબઇ અને અમદાવાદમાં હત્યા સહિતની કલમો તળે ગુના નોંધાયેલા છે. 

Panchang

dd