• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

2030 કોમનવેલ્થ ગેમ્સની બોલીને બહાલી

નવી દિલ્હી તા. 27 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ભારતમાં 2030 કોમનવેલ્થ ગેમ્સના આયોજનની યજમાની માટે બોલી લગાવવાના પ્રસ્તાવને લીલી ઝંડી મળી ગઇ છે. કેન્દ્ર સરકારે કોમનવેલ્થ ગેમ્સ-2030 માટે અમદાવાદને આદર્શ શહેર બતાવી કહ્યંy છે કે અહીં વિશ્વસ્તરીય સ્ટેડિયમ, અત્યાધુનિક ટ્રેનિંગ સુવિધાઓ અને રમત પ્રત્યે ઝનૂનનો માહોલ છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે થોડા સમય પહેલા ભારતીય ઓલિમ્પિક સંઘે પણ 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે બોલી લગાવવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. કોમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની માટેની બિડ કરવાની અંતિમ તિથિ 31 ઓગસ્ટ છે. ભારતીય ઓલિમ્પિક સંઘ 48 કલાકમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને બિડ કરશે તેવા રિપોર્ટ છે. આ વર્ષના નવેમ્બર મહિનાના અંતમાં યજમાન દેશનું નામ જાહેર થશે. જો ભારતની બિડ સફળ રહેશે અને 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને યજમાની મળશે તો ભારતમાં 2010 પછી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે. ત્યારે નવી દિલ્હીમાં આ ખેલ રમતોત્સવ રમાયો હતો.  

Panchang

dd