ભુજ, તા. 25 : રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ-ભુજ વિભાગ
દ્વારા જિલ્લાકક્ષાની હેન્ડબોલ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં અન્ડર-17 અને 19 એમ બંને કક્ષામાં સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની દીકરીઓએ પ્રથમ ક્રમે જીત
મેળવી છે. આ દીકરીઓ હવે રાજ્યકક્ષાએ કચ્છનું પ્રતિનિધિત્વ કરશે. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી, સંત મંડળ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ સમસ્ત સાંખ્યયોગી બહેનોએ આશીર્વાદ સહ શુભેચ્છા પાઠવી છે. મંદિરનું
ટ્રસ્ટી મંડળ, સંસ્થા પ્રમુખ રામજીભાઈ વેકરિયા, મંત્રી પ્રવીણભાઈ પિંડોરિયા, સંચાલક મંડળ, સંસ્થાના આચાર્યા દક્ષાબેન પિંડોરિયા, કોચ રશ્મિબેને
પણ શુભેચ્છા પાઠવી છે.