ભુજ, તા. 10 : રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે
ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવે છે. તાલુકા કક્ષાએ વિજેતા બાળકો માટે રાજ્ય સરકારની
મહત્ત્વની યોજના એટલે જિલ્લા સ્પોર્ટસ શાળાની પ્રવેશ પ્રક્રિયા માટે જિલ્લા કક્ષાની
બેટરી ટેસ્ટનું આયોજન માધાપર કચ્છ ખાતે ફેબ્રુઆરી-25ના કરાયું હતું, જેમાં જિલ્લા કક્ષાએ વિંગાબેર શાળાનાં છ બાળકોએ ભાગ લીધો હતો અને તમામ બાળકો
જિલ્લાના મેરિટમાં આવ્યા હતા. રાજ્ય કક્ષાની બેટરી ટેસ્ટ અલગ-અલગ સાત ઝોનમાં યોજાઈ.
રેસકોર્સ રમત-ગમત સંકુલ રાજકોટ ખાતે રાજ્યકક્ષાની બેટરી ટેસ્ટનું આયોજન થયું હતું,
જેમાં વિંગાબેર પ્રા. શાળાના સરવૈયા ભવ્યરાજસિંહ ચંદ્રસિંહ, સરવૈયા દક્ષરાજસિંહ ધીરજસિંહ, જાડેજા ક્રિષ્નપાલસિંહ
દેવવ્રતસિંહ રાજ્યકક્ષાના મેરિટમાં પસંદગી પામ્યા હતા. આ તમામ બાળકોને તેમના કોચ અને
શાળાના આચાર્ય ધર્મેન્દ્રભાઈ એફ. પ્રજાપતિ, ગ્રુપ શાળાના વાંકુના
આચાર્ય રામસંગજી જાડેજા, અબડાસા તાલુકા ખેલમહાકુંભ કન્વીનર કિશોરસિંહ
જાડેજા, શાળા પરિવારના શિક્ષકો અને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા
હતા. આ તમામ બાળકોને જિલ્લા સ્પોર્ટસ શાળામાં નિ:શુલ્ક પ્રવેશ અપાશે.