મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 9 : ભુજના પોલીસ
પરેડ ગ્રાઉન્ડ ખાતે ભુજ મુસ્લિમ કચ્છી ખત્રી જમાત દ્વારા કે.પી.એલ. સિઝન-પ, 2025 ક્રિકેટ ટૂર્નામેન્ટ
યોજાઈ હતી, જેમાં કચ્છભરની ખત્રી સમાજની
ટીમોએ ભાગ લીધો હતો. ફાઈનલ માંડવીની ચક દે અને ધમડકા એક્સ ઈલેવન વચ્ચે રમાઈ હતી,
જેમાં ચક દેએ 12 ઓવરમાં 210 રન આશિફ ખત્રીના
101 રનની મદદથી કર્યા હતા. ધમડકાની
ટીમ 158માં સીમિત રહેતાં ચક દે ચેમ્પિયન
બની હતી. ફાઈનલ ઈનામ વિતરણ વખતે ભુજ મુસ્લિમ કચ્છી ખત્રી જમાતના પ્રમુખ હૈદરઅલીભાઈ
અદ્રેમાને કહ્યું હતું કે, સમાજની આવી
ટૂર્નામેન્ટથી યુવાનોમાં ખેલદિલી ખીલે છે. પૂર્વ પ્રમુખ મુસાભાઈ ખત્રી, મુસ્તાકભાઈ ખત્રી, ઈબ્રાહીમભાઈ ખત્રી, ફારુકભાઈ ખત્રી, સાજીદભાઈ ખત્રી વગેરે અગ્રણીઓ હાજર રહ્યા
હતા. બેસ્ટ બેટ્સમેન્ટ ઝુબેર ખત્રી, બેસ્ટ બોલર આશિફ ખત્રી (અજરખપુર)
મેન ઓફ ધ સિરીઝ આશિફ ખત્રી (વિથોણ)ને ઉપસ્થિત અગ્રણીઓના હાથે નવાજવામાં આવ્યા હતા.
કોમેન્ટ્રી ઐયુબ ખત્રી, ઈરફાન ખત્રીએ કરી હતી. સંચાલન સાજીદ ખત્રી
(માંડવી), આભારવિધિ ફારુક ખત્રી (ભુજ)એ કરી હતી.